મોરબીમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ દ્વારા અંતિમ યાત્રા બસની સેવા લોકાર્પણ કરાઇ
મોરબી નજીકના રવાપર ગામેથી સગીરનું અપહરણ: ફરિયાદ નોંધાઈ
SHARE
મોરબી નજીકના રવાપર ગામેથી સગીરનું અપહરણ: ફરિયાદ નોંધાઈ
મોરબી નજીકના રવાપર ગામેથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં ભોગ બનેલી સગીરાની માતાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તેને કવાયત શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું જૂની પીપળી ગામનો ધર્મેશ ચુનીલાલ જાસાપરા નામનો શખ્સ અપહરણ કરી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલી સગીરાની માતાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ધર્મેશ જાસાપરાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે થઈ અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે
અકસ્માત
મોરબીના ગાંધી ચોક પાસેથી શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનું પાછળના ભાગમાં રહેતા પ્રફુલાબેન જગદીશભાઈ રાઠોડ (૪૭) પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓને વાહન અકસ્માતમાં ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બાઇક સ્લીપ
મોરબીમાં સાયન્ટિફિક વાડી રોડ ઉપર કાલીકા પ્લોટ પાસે રહેતો અલીમામદ પલેજા (૩૦) નામનો યુવાન મોરબીના રવાપર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી તેને ઈજા થઈ હતી આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે તો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનું પાસેથી પસાર થઇ રહેલ એકટીવા સ્લીપ થઇ જવાના કારણે એકટીવા લઈને જતાં એકતાબેન દિનેશભાઈ પોકાર (૨૦) રહે. પંચાસર રોડ મોરબી વાળાને ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવે છે અને મોરબીના મકરાણીવાસમાં ઘરે થયેલ મારામારીમાં ઈજા થતાં ગોસીયાબેન આવેશભાઈ મકરાણી (ઉમર ૨૫) ને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે