મોરબીમાં માળીયા ફાટક પુલ ઉપર ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
માળીયા મીયાણામાંથી જામગરી બંદૂક સાથે એક શખ્સ પકડાયો
SHARE








માળીયા મીયાણામાંથી જામગરી બંદૂક સાથે એક શખ્સ પકડાયો
માળીયા મીયાણામાં ફાટકથી ગુલાબડી જવાના રસ્તા ઉપર પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની જામગરી એક બંદૂક મળી આવી હોય 2000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
માળીયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયામાં ફાટકથી ગુલાબડી તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી લાઇસન્સ કે પરવાના વગરની દેશી બનાવટની જામગરી એક બંદૂક મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી સદ્દામભાઈ કાસમભાઇ ભટ્ટી (32) રહે. જુના હંજીયાસર તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મજુર સારવારમાં
મોરબીના હળવદ રોડ ઊંચી માંડલ ગામે આવેલ દ્વારકાધીશ પોલીમર્સ નામના કારખાનામાં કામ દરમિયાન મશીનમાં હાથ આવી જવા શ્યામજી જીગરનાથ ગોડ (૪૬) હાલ રહે.ઉંચી માંડલ ને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી બનાવની નોંધ થતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબી જેલ રોડ મકરાણી વાસ વિસ્તારમાં રહેતા પરિવારની રજિયાબેન આરીફભાઈ નામની ૧૬ વર્ષની સગીરાને કોઈ જનાવર કરડી જતા સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.
