ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મિં.)ના વાધરવા ગામ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબીના રાજપર અને ટંકારાના ખીજડીયા રોડે અકસ્માતના જુદાજુદા બે બનાવમાં ઇજા પામેલ બે યુવાનના મોત મોરબીના એસ.ટી. વિભાગને લગતા પશ્નો બાબત જીલ્લા પ્રમુખ ભાજપને પત્ર લેખીત રજૂઆત એક થપ્પડ કી ગુંજ: મોરબીમાં કેમ ચાલુ જાહેર સભામાં યુવાનને પડ્યો લાફો ?, AAP સત્તામાં નથી ત્યાં આવી દાદાગીરી ! સોશ્યલ મીડિયામાં સવાલોનો મારો મોરબીમાં ભૂખ્યા પેટે દવા પી લેતા ઉલ્ટીઓ થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: હળવદમાં માથામાં દુખાવો સારવારમાં ખસેડાયેલ યુવતીનું મોત મોરબી, વાંકાનેર અને માળીયામાં જુગારની 5 રેડ: 6 મહિલા સહિત 19 લોકો જુગાર રમતા પકડાયા દારૂની હેરાફેરી માટે બાળકનો ઉપયોગ !: મોરબીમાં 100 લિટર દારૂ ભરેલ રિક્ષા લઈને બાળકિશોર નીકળ્યો, માલ આપનાર-મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

દારૂની હેરાફેરી માટે બાળકનો ઉપયોગ !: મોરબીમાં 100 લિટર દારૂ ભરેલ રિક્ષા લઈને બાળકિશોર નીકળ્યો, માલ આપનાર-મંગાવનારની શોધખોળ


SHARE















દારૂની હેરાફેરી માટે બાળકનો ઉપયોગ !: મોરબીમાં 100 લિટર દારૂ ભરેલ રિક્ષા લઈને બાળકિશોર નીકળ્યો, માલ આપનાર-મંગાવનારની શોધખોળ

મોરબીમાં દારૂની હેરાફેરી માટે બાળકોનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવી ઘટના સામે આવી છે જેમાં મોરબીના વજેપર સાયન્ટિફિક રોડ ઉપરથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક રીક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તે રીક્ષાને રોકીને પોલીસની ચેક કરતા તેમાંથી 100 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂ, રીક્ષા અને મોબાઈલ મળીને 75 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પાસેથી માલ મોકલાવનાર અને મંગાવનારનું નામ સામે આવ્યું હોય પોલીસે ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધી માલ આપનાર અને મંગાવનારને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વજેપર સાઈટિફિક રોડ ઉપરથી સીએનજી રીક્ષા નંબર જીજે 27 ટીબી 9335 પસાર થઈ રહી હતી ત્યારે તેને રોકીને પોલીસે ચેક કરતા રિક્ષામાંથી 100 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 50,000 રૂપિયાની કિંમતની રીક્ષા, 20,000 રૂપિયાનો દારૂ તથા 5,000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને 75,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, રિક્ષામાં દારૂનો જથ્થો લઈ જઈ રહેલ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર હોય પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા તેને દારૂની હેરાફેરી કરવા માટે વેતન આપી કામે રાખવામાં આવ્યો હતો અને નિઝામ હૈદર જેડા રહે. વીસીપરા મોરબી વાળાના કહેવાથી મનિષાબેન સુરેશભાઈ રેસા રહે. વજેપર શેરી નંબર 24 વાળીને માલ આપવા માટે જતો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે હાલમાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તેમજ માલ મોકલાવનાર અને મંગાવનાર સહિત કુલ ત્રણ સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જુદીજુદી બે રેડમાં પાંચ બોટલ દારૂ પકડાયો

મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલ શુભ એપાર્ટમેન્ટ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 3300 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ મનુભાઈ અખીયાણી (31) રહે. નેશનલ હાઈવે રોડ સીરામીક સીટી અવધ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે મોરબીની લીલાપર રવાપર કેનાલ રોડ ઉપર સુદર્શન સોસાયટી રાજકૃષ્ણ દુકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2,000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે મયુરભાઈ મોહનભાઈ પરમાર (45) રહે. બોની પાર્ક પાછળ તેજાણીની વાડી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સે ભાવેશભાઈ ફેફર રહે. મોરબી વાળા પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હોવાનું સામે આવતા બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News