મોરબી OMVVIM કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો
માળીયા (મી)માં પ્રેમલગ્ન કરનાર યુવાનના કૌટુંબિક ભાઈ ઉપર યુવતીના પિતાએ કર્યું બંદૂકમાંથી ફાયરિંગ: ગુનો નોંધાયો
SHARE








માળીયા (મી)માં પ્રેમલગ્ન કરનાર યુવાનના કૌટુંબિક ભાઈ ઉપર યુવતીના પિતાએ કર્યું બંદૂકમાંથી ફાયરિંગ: ગુનો નોંધાયો
માળીયા (મી)માં રહેતા યુવાને પ્રેમલગ્ન કરેલ છે તેનો ખાર રાખીને યુવતીના પિતા દ્વારા યુવાનના કૌટુંબિક ભાઈ ઉપર બંદૂક વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જોકે મિસ ફાયર થઈ ગયું હોવાથી પ્રેમ લગ્ન કરનાર યુવાનનો કૌટુંબિક ભાઈ બચી ગયો હતો જો કે, તેને ગભરામણ થવા લાગી હતી જેથી તેને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
માળીયા (મી)માં આવેલ સરકારી હોસ્પિટલ પાસે રહેતા સલીમભાઈ દિલાવરભાઇ જેડા (38)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં વલીમામદ નૂરમામદ મોવર રહે. ત્રણ રસ્તા માળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેના કાકાના દીકરા સિકંદર રસુલભાઈ જેડાએ આરોપીની દીકરી દીકરીને આઠેક મહિના પહેલા ભગાડી જઈને તેની સાથે પ્રેમ લગ્ન કરેલ છે અને તે બાબતનો ખાર રાખીને આરોપી સ્વિફ્ટ ગાડી નંબર જીજે 1 કેએફ 2446 લઈને ફરિયાદીના ઘર પાસે આવ્યો હતો અને ત્યાં જામગરી બંદૂકમાંથી તેણે ફાયરિંગ કર્યું હતું જોકે બંદૂકમાંથી છૂટેલી ગોળી મિસ ફાયર થઈ ગઈ હતી જેથી ફરિયાદીને ગોળી લાગી ન હતી પરંતુ તેને ગભરામણ થવાના કારણે તાત્કાલિક સારવાર માટે પ્રથમ માળિયા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તેને લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાન દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે.દરબાર ચલાવી રહ્યા છે
બાઇક સ્લીપ
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ગૌશાળા નજીક રહેતો ધર્મેશ આલાભાઇ બાવળીયા (20) નામનો યુવાન બાઈક ઉપર વાવડી અને બગથળા ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની આયુષ્ય હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
બાઇક સ્લીપ
વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા જેઠવા ટપુભા મહોબ્બતસિંહ (62) નામના વૃદ્ધ બાઈકમાં બેસીને ગાયત્રી મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો અને ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
