મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી OMVVIM કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબી OMVVIM કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો

મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત તમાકુ નિષેધ તેમજ વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન સેમિનાર ઉપરાંત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિવિધ વિદ્યાશાખાના કુલ ૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, તેમાં વિજેતા સ્પર્ધકોને ઈનામો તેમજ દરેક સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામો અર્બન હેલ્થ સેન્ટર તરફથી અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે મેડિકલ ઓફીસર ડો. નેવિલ ઓગણજા, એફ.એચ. ડબલ્યુ.પૂજા જોગેર એમ.પી.એચ.ડબલ્યુ. વૃજરાજભાઈ લોખિલ તથા ગોપાલ વ્યાસ, રાહુલ ગોહિલ.ગૌરવ કુરિયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા, તેમણે વિદ્યાર્થીઓને તમાકુ નિષેધ તેમજ તમાકુ ની જીવલેણ અસરો ઉપરાંત વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. તે ઉપરાંત વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે સેમિનાર યોજવા બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહીતના સ્ટાફગણનો આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News