હળવદના સુસવાવ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા મોરબી-ટંકારાના 6 શખ્સ 1.17 લાખની રોકડ સાથે પકડાયા
SHARE








હળવદના સુસવાવ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા મોરબી-ટંકારાના 6 શખ્સ 1.17 લાખની રોકડ સાથે પકડાયા
હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા 6 શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ₹1,17,700 ની કિંમતની રોકડ કબજે કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારામાંથી કુલ 7 શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચંદુભાઈ કલોતરા, શક્તિસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઈ કુગસિયાને સંયુક્તમાં બાતમી મળી હતી કે ધવલભાઈ સુરેશભાઈ પટેલ રહે. મોરબી વાળો સુસવાવ ગામની સીમમાં વિશ્વાસ કારખાના પાસે આવેલ પોતાના કબજા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવીને ત્યાં જુગારનો અખાડો ચલાવે છે જેથી મળેલ બાતમી આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી લખમણભાઇ બાબુભાઈ ગોગરા રહે. બાયપાસ રોડ આનંદ નગર પાસે કીર્તિ પાર્ક મોરબી, ધ્રુવભાઈ કાંતિલાલ ફુલતરીયા રહે. બોનીપાર્ક શેરી નં-2 મોરબી, ભરતભાઈ ઠાકરશીભાઈ પાંચોટિયા રહે. બોની પાર્ક વનદેવી બ્લોક નં-602 મોરબી, મગનભાઈ વાલજીભાઈ નારણીયા રહે. જબલપુર પાસે ઇન્દ્રપ્રસ્થ-1 સોસાયટી ટંકારા રમેશભાઈ વાઘજીભાઈ સીણોજીયા રહે. ઓટાળા તાલુકો ટંકારા અને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ રાઘવજીભાઈ રહે. ગાયત્રી નગર સોસાયટી ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જો કે, જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ધવલભાઈ સુરેશભાઈ પટેલ રહે. નવા બસ સ્ટેશન પાસે મોરબી વાળો હાજર મળી આવ્યો ન હતો પરંતુ જે શખ્સો મળી આવ્યા હતા તેની પાસેથી 1,17,700 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ 7 શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુગારની રેડમાં પકડાયેલા આરોપીઓ મોરબી તથા ટંકારા વિસ્તાર છે તે લોકો ત્યાં પોતાના વાહન લઈને ગયા હતા કે પછી બીજા કોઈ વાહના ત્યાં સુધી લઈ જવામાં આવ્યા હતા અથવા તો એસટી બસમાં ત્યાં સુધી ગયા હતા ! તે તપાસનો વિષય છે અને જે જગ્યા ઉપર જુગાર રમતા હતા ત્યાં મોબાઈલ ફોન કે વાહનો હતા કે કેમ તે પણ ઉચ્ચકક્ષાએથી તપાસનો વિષય છે.
