મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં યુવાનને જાહેરમાં તમાચો ઝીકિ દેનારા શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં યુવાનને જાહેરમાં તમાચો ઝીકિ દેનારા શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગરમાં સોમવારની રાત્રે આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી અને તેમાં પ્રદેશના પ્રમુખ સભાને સંબોધી રહ્યા હતા ત્યારે સ્થાનિક યુવાન દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની કામગીરીને લઈને પ્રશ્નો પૂછવા માટે ઊભો થયો હતો અને તેને પ્રદેશ પ્રમુખ દ્વારા જવાબ આપવામાં આવે તે પહેલા જાહેર સભામાં ગાલ ઉપર તમાચો માર્યો હતો જેથી ભોગ બનેલ યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં આવેલ નાની કેનાલ રોડ ઉપર ઉપાસના પેલેસમાં રહેતા ભરતભાઈ ડાયાભાઈ ફુલતરીયા (40)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશ્વિનભાઈ કરસનભાઈ નાગપરાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી આવ્યા હત અને જાહેર સભાને સંબોધી રહ્યા હતા ત્યારે તેઓ મોરબીમાં પંચાસર રોડ ઉપર પાણી ભરાવા સહિતના પ્રશ્નોની વાત કરી હતી જેથી ફરિયાદી દિલ્હીમાં 10 વર્ષ સુધી આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યાં પણ પાણી ભરાવા સહિતની જે સમસ્યાઓ હતી તેના પ્રશ્નો પૂછવા માટે ઊભો થયો હતો અને તેનો જવાબ ઈશુદાન ગઢવી દ્વારા આપવામાં આવે તે પહેલા ફરિયાદીના ગાલ ઉપર અશ્વિન નાગપરા દ્વારા માઈકને આંચકી લેવા માટે બોલાચાલી કરીને તમાચો મારવામાં આવ્યો હતો આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારામારીમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે રહેતા સાઉદીના હબીબભાઈ સામતાણી (48) નામના યુવાનને ખાખરેચી અને વેણાસર વચ્ચે મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હુસેન મહમદભાઈ પઠાણ (24), રોજીનાબેન હુસેનભાઇ પઠાણ (23) અને રસીદાબેન જમાલભાઈ ટાંક (43) રહે. બધા પ્રધાનમંત્રી આવાસ યોજના કવાર્ટર કંડલા બાયપાસ મોરબી વાળાને ઇજાઓથી થયેલ હતી જેથી તેને સારવાર માટે 108 મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News