મોરબી સિરામિક એસો. દ્વારા ટાઇલ્સ ઉપર લગતા જીએસટીમાં ઘટડો કરવા કેન્દ્રિય નાણામંત્રીને રજૂઆત
મોરબીમાં કારખાનામાં લોડરની હેડફેટે યુવાનનું મોત
SHARE








મોરબીમાં કારખાનામાં લોડરની હેડફેટે યુવાનનું મોત
મોરબીના હરીપર (કેરાળા) ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિરના રસ્તે આવેલ કારખાનાની અંદર અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં લોડરના ચાલકે ત્યાં રહેલ યુવાને હડફેટે લીધો હતો જે બનાવમાં ગંભીર ઇજાઓ થવાથી યુવાનનું મોત નીપજ્યું હતું.
મોરબી તાલુકા પોલીસ મથક ખાતે દિવ્યેશભાઈ ઝાલરીયા રહે.આલાપ રોડ મોરબી એ ફોન દ્વારા જાહેરાત કરી જણાવ્યું હતું કે, મોરબીના હરીપર (કેરાળા) ગામની સીમમાં ખોખરા હનુમાન મદિંરના રસ્તે આવેલ સિરોનકલે એલએલપી નામના કારખાનાની અંદર અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં લોડરના ચાલકે આગળ પાછળનું ધ્યાન રાખ્યા વગર ઝડપથી લોડરને રીવર્સમાં લેતા ત્યાં રહેલ વિશાલ દિલીપભાઈ પાલ (ઉમર ૧૭) નામના પરપ્રાંતીય મજૂરને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.જેથી ઘટના સ્થળે જ વિશાલ પાલ નામના મજુર યુવાનનું મોત થયુ હચુ.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એન.જે.ખડિયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.વધુમાં મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી મૃતક વિશાલ પાલ કારખાનામાં કામ કરતો ન હતો અને છેલ્લા કેટલાક દિવસોથી તે કારખાનાના લેબર કવાટર નજીક રહેતો હતો અને કારખાનામાં આવ્યો હતો જોકે લોડર ચાલકે તેને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.
છરી લાગી જતા સારવારમાં
મોરબી સામાકાંઠે રામકૃષ્ણનગર સોસાયટીમાં કુળદેવી પાન પાસે રહેતા રાજેશભાઈ ભીખુભાઈ કોટક નામનો ૨૮ વર્ષનો યુવાન તેના ઘર પાસે આવેલ પરિ પાન નજીક ઉભો હતો ત્યારે નવઘણ ઉર્ફે ભોલો મનુભાઈ ડુંગરા સાથે કોઈ બાબતે બોલાચાલી થઇ હતી અને બાદમાં નવઘણે છરી મારી દેતા હાથના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં રાજેશભાઈ કોટકને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા અને બનાવ સંદર્ભે જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના મોમજીભાઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
વૃદ્ધા સારવારમાં
ધાંગધ્રા પાસે આવેલ જુની સોલડી ગામના ગૌરીબેન પોપટભાઈ જેંજરીયા નામના ૮૭ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે ગામ નજીક તેઓ બાઈકમાંથી પડી જતા ફેક્ચર જેવી ઈજાઓ સાથે તેઓને અત્રેની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીમાં ભરાતી બુધવારી ગુજરી બજારની અંદર કોઈએ માથાના ભાગે માર મારતા સલમાનભાઈ (૨૩) રહે.માધાપરા નામના યુવાનને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
