હળવદના સુંદરીભવાની ગામે 66 કેવી સબ સ્ટેશનમાં કામ કરતાં વીજકર્મીનું શોર્ટ લાગવાથી મોત
SHARE









હળવદના સુંદરીભવાની ગામે 66 કેવી સબ સ્ટેશનમાં કામ કરતાં વીજકર્મીનું શોર્ટ લાગવાથી મોત
હળવદના સુંદરીભવાની ગામ પાસે આવેલ 66 કેવી સબ સ્ટેશનમાં વીજ કર્મી 11 કેવી ઈલેક્ટ્રિક લાઈન બંધ કરીને રીપેરીંગ કામ કરી રહ્યો હતો દરમિયાન વીજ લાઈનનો તાર બાજુમાં આવેલ ચાલુ વીજ લાઈનના તારને અડી જવાના કારણે તેને ઈલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના કલ્યાણપરાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે છગનભાઈના મકાનમાં ભાડે રહેતા અને વીજ કંપનીમાં ફરજ બજાવતા બાબુભાઈ ભોપાભાઈ શીયાળીયા (45) નામનો યુવાન ગઈકાલે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં સુંદરીભવાની ગામે 66 કેવીના સબ સ્ટેશનમાં આવેલ 11 કેવી ઈલેક્ટ્રિક વીજ લાઈન બંધ કરીને તેના ઉપર રીપેરીંગ કામ કરી રહ્યો હતો દરમિયાન અકસ્માતે વીજ લાઈનનો તાર બાજુમાં આવેલ ચાલુ વીજ તારને અડી જવાના કારણે તે યુવાનને અકસ્માતે શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પંકજભાઈ રમેશભાઈ શિયાળીયા (26) રહે. હાલ સુંદરીભવાની મૂળ રહે. કલ્યાણપરા જીલ્લો સુરેન્દ્રનગર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
