મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના બુટવડામાં માલીકીની જમીન ઉપર દબાણ કરનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


SHARE









હળવદના બુટવડામાં માલીકીની જમીન ઉપર દબાણ કરનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

હળવદમાં રહેતા યુવાનની બુટવડા ગામની સીમમાં જમીન આવેલ છે જેના ઉપર વેગડવાવ ગામના બે શખ્સોએ દબાણ કરી લીધે છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં બંને શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના હળવદમાં આવેલ ભાડીયાકુવા પાસે બસ સ્ટેન્ડ રોડ ઉપર રહેતા વિજયકુમાર વ્રજલાલ અનડકટ જાતે ઠક્કર (ઉ.વ.૪૨)એ વિરજીભાઈ અમરશીભાઈ દલવાડી અને ઠાકરશીભાઈ વિરજીભાઈ દલવાડી રહે. બંને વેગડવાવ તાલુકો હળવદ વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૦૨ થી આજદિન સુધી હળવદ તાલુકાનાં બુટવડા ગામની સીમમાં આરોપી વિરજીભાઈ અમરશીભાઈ દલવાડીએ તેઓની માલીકીની બુટવડા ગામની સીમના રેવન્યુ સવૅ નં.૧૨૯ પૈકી ૧ વાળી જમીન હે.આર.ચો.મી. ૨-૫૪-૯૫ વાળી જમીન પર ગેર કાયદેસર કબજો કરી આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી છે અને ઠાકરશીભાઈ વિરજીભાઈ દલવાડીએ બુટવડા ગામની સીમના રેવન્યુ સવૅ નં.૧૨૯ પૈકી ૨ વાળી જમીન હે.આર.ચો.મી. ૨-૫૪-૯૫ વાળી જમીન પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે અને તે કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી  છે જેથી યુવાનને બંને શખ્સોની સામે જુદીજુદી ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં બંનેની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીઑને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News