વાંકાનેરના અરણીટીંબા ગામ પાસેથી ૩૦૦ લિટર દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો: એકની શોધખોળ
મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૭મીએ માતાજીનો માંડવો-માં મોગલનો તરવેરો
SHARE









મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૭મીએ માતાજીનો માંડવો-માં મોગલનો તરવેરો
મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસની મેલડી માતાજીનો માંડવો તથા માં મોગલનો તરવેરોનું ૭-મીએ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કિશનભાઈ રાવળદેવ, તથા રમેશભાઈ રાવળદેવ ડાક ડમ્મરની રમઝટ બોલાવશે.
મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે આવાસની મેલડી માતાજી મંદિરે તા.૭ ને મંગળવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે મેલડી માતાજી માંડવો તેમજ માં મોગલનો તરવેરોનું આયોજન કરવામાં આવ્યું છે. આ માંડવામાં કિશનભાઈ રાવળદેવ અને રમેશભાઈ રાવળદેવ માતાજીના ડાક ડમ્મરની રમઝટ બોલાવશે. આ માંડવામાં માતાજીના ભક્તો તેમજ ભુવાઓ વીશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ૭ મીએ યોજાનાર માતાજીનો માંડવો તેમજ માં મોગલનો તરવેરોમાં પધારવા માટે દિપકભાઈ અને સુનિલભાઈ તેમજ સોનગ્રા પરિવાર તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
