વાંકાનેરની સેન્સો ચોકડી અને બાઉન્ડ્રી નજીકથી કુલ 50 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા
હળવદના ચરાડવા ગામ પાસે કારખાનાની ઓરડીમાં યુવાને ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
SHARE








હળવદના ચરાડવા ગામ પાસે કારખાનાની ઓરડીમાં યુવાને ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
હળવદ તાલુકાના ચરડવા ગામની સીમમાં આવેલ કારખાનામાં પાણીનો અંડર ગ્રાઉન્ડ ટાંકો આવેલો છે તે ટાંકાની ઓરડીમાં કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કેબલ વાયર વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃત દેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે આવેલ બીસેરો સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનોદભાઈ સતનભાઈ પ્રજાપતિ (36) એ કોઈ કારણોસર કારખાનાની પાછળના ભાગમાં આવેલ અંડર ગ્રાઉન્ડ પાણીના ટાંકાની ઓરડીમાં લોખંડના હુક સાથે ઇલેક્ટ્રીક કેબલ વાયર બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃત દેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની શ્રીરામ શંકરભાઈ પ્રજાપતિ (24) રહે હાલ બીસેરો સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં મૂળ રહે યુપી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક વિનોદભાઈ પ્રજાપતિ જીદ્દી સ્વભાવનો હતા અને પોતે પોતાની જાતે કોઈ કારણોસર ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જોકે યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે
બાઈક સાથે રોજડુ અથડાતા અકસ્માત
હળવદ તાલુકાના નવા દેવળીયા ગામ પાસેથી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈક સાથે રોજડુ અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં દિશાબેન અમરસીભાઈ પરમાર (10) અને જયશ્રીબેન અમરસીભાઈ પરમાર (18) રહે. બંને નવા દેવળિયા વાળાને ઇજાઓથી હોવાથી સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે
અકસ્માતમાં ઇજા
હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતા હરેશપરી દયાલપરી ગોસ્વામી (50) નામના આધેડને બાઈક અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને મોરબીનીબાયું હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
