હળવદના ચરાડવા ગામ પાસે કારખાનાની ઓરડીમાં યુવાને ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
હળવદના સમલી ગામે માતાજીના મઢમાં દાન પેટી તોડીને એક લાખથી વધુની ચોરી કરનાર આરોપી ઝડપાયો, 1.45 લાખનો મુદામાલ કબ્જે
SHARE








હળવદના સમલી ગામે માતાજીના મઢમાં દાન પેટી તોડીને એક લાખથી વધુની ચોરી કરનાર આરોપી ઝડપાયો, 1.45 લાખનો મુદામાલ કબ્જે
હળવદના સમલી ગામે ચામુંડા માતાજીના મઢમાં તસ્કરે ધામા નાખ્યા હતા અને ધોળા દિવસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા માતાજીના મઢમાં રાખવામાં આવેલ દાન પેટી તોડવામાં આવેલ છે અને તેમાંથી એક લાખ રૂપિયાની ચોરી કરવામાં આવેલ હતી જેથી આધેડ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હળવદ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં 1.45 લાખના મુદામાલ સાથે પોલીસે ચોરની ધરપકડ કરેલ છે. અને આગળની કાર્યવાહી કરી છે.
મોરબીના નાની વાવડી ગામે રહેતા બાબુભાઈ ઉર્ફે કાળુભાઈ પાલાભાઈ ચીરોડીયા (52) એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે, હળવદના સમલી ગામે ફરિયાદીના ચામુંડા માતાજીના મઢમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા શુક્રવારે સવારે 8:00 થી 10:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપેલ છે અને મઢમાં દિવાલમાં ફીટ કરવામાં આવેલ દાન પેટી તોડીને તેમાં રહેલ એક લાખ રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેથી આધેડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં હળવદના પીઆઈ આર.ટી. વ્યાસ અને તેઓની ટીમ દ્વારા આરોપી રાજુભાઈ રામજીભાઈ ડાભી રહે. વીરપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને ચોરી કરીને મેળવેલ 1,00,473 રૂપિયા તેમજ ગુનાના કામે વપરાયેલ બાઈક નંબર જીજે 36 એએમ 1151 જેની કિંમત 40 હજાર રૂપિયા અને એક 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને 1,45,473 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે
