મોરબીમાંથી દેશી બનાવટની રિવોલ્વર સાથે એક શખ્સ પકડાયો
SHARE








મોરબીમાંથી દેશી બનાવટની રિવોલ્વર સાથે એક શખ્સ પકડાયો
મોરબી શહેરમાં વીસી હાઇસ્કુલ પાછળ કબ્રસ્તાનથી બજરંગ વ્યાયમ શાળા વચ્ચેની શેરીમાંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દેશી હાથ બનાવટની એક રિવોલ્વર મળી આવી હતી જેથી કરીને 5,000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ ની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસ.ઓ.જી. ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં આવેલ વીસી હાઈસ્કૂલની પાછળ કબ્રસ્તાનથી બજરંગ જેવા વ્યાયામ શાળા વચ્ચેની શેરીમાંથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તેને રોકીને પોલીસવાળા ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી હાથ બનાવટની એક રિવોલ્વર મળી આવતા પોલીસે 5000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી ઈરફાન ઉર્ફે લતીફ રહીમભાઈ સુમરા (21) રહે. ફૂલછાબ સોસાયટી બ્લોક નં 1 બરફના કારખાના પાસે વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનો નોંધાયો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ આઈ. કે. કેસરિયા ચલાવી રહ્યા છે
