મોરબીના યુવાને માથક પાસે મંદિર નજીક બીમારીથી કંટાળીને ઝેરી દવા પીને કર્યો આપઘાત: નજરબાગ પાસે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન હેડફેટે ચડી જતા ઇજા પામેલા યુવાનનું મોત
SHARE








મોરબીના યુવાને માથક પાસે મંદિર નજીક બીમારીથી કંટાળીને ઝેરી દવા પીને કર્યો આપઘાત: નજરબાગ પાસે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન હેડફેટે ચડી જતા ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા યુવાનને છેલ્લા ઘણા વર્ષોથી મગજની બીમારી હોય તેની દવા ચાલુ હતી અને સારું થતું ન હોવાથી માનસિક બીમારીથી કંટાળીને યુવાને પોતે પોતાની જાતે હળવદના માથક ગામ પાસે મંદિર નજીક ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે મોરબીની માળિયા વનાલીયા સોસાયટીમાં રહેતો યુવાન નજરબાગ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની હડફેટે ચડી જતા તેને માથા અને બંને પગમાં ગંભીર ઇજા થઈ હોવાના કારણે પ્રથમ મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે તે યુવાનનું મોત નીપજ્યું હતું આ બન્ને બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કુબેર ટોકીઝની પાછળના ભાગમાં બ્લોક નંબર 71 માં રહેતા નવલભાઇ સોમાભાઈ વણપરા (47) એ હળવદ તાલુકાના માથક ગામની સીમમાં હડકાઈ માતાજીના મંદિર પાસે ઝેરી દવા પી લીધી હતી અને ઝેરી અસર થવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને હોસ્પિટલે લાવ્યા હતા અને મૃતકના દીકરા મેહુલભાઈ નવલભાઇ વણપરા (24) રહે મોરબી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વખતે પ્રમાણે મૃતક નવલભાઇ વણપરા ને છેલ્લા 15 વર્ષથી મગજની બીમારી હતી અને તેની દવા ચાલી રહી હતી જો કે, સારું નહીં થતા માનસિક બીમારીથી કંટાળી જઈને પોતે પોતાની જાતે માથક ગામની સીમમાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબીમાં આવેલ માળિયા વનાળિયા સોસાયટીમાં રામદેવપીરના મંદિર પાસે રહેતા સતિષભાઈ હરિભાઈ બાંભણવા બારોટ (31) મોરબીમાં ભડીયાદ રોડ ઉપર આવેલ રેલવે ફાટકથી નજરબાગ રેલવે સ્ટેશન વચ્ચેના ભાગમાં રેલવે ટ્રેક ઉપરથી ચાલીને જતા હતા ત્યારે ટ્રેનની હડફેટે આવી જવાના કારણે તેને માથામાં અને બંને પગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે સારવાર કારગતા ન નીવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતક ના ભાઈ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
