મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 પકડાયા વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવાર મળે તે પહેલ જ મોત
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ઈંટોના ભઠ્ઠા પાછળ વોકળા પાસેથી ૧૬૧ બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ


SHARE







મોરબીના નવલખી રોડે ઈંટોના ભઠ્ઠા પાછળ વોકળા પાસેથી ૧૬૧ બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ઈંટોના ભઠ્ઠાની પાછળના ભાગમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે વોકળા પાસેથી ૧૬૧ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૬૨૧૧૫ રૂપિયાની કિંમતના દારૂના મુદ્દામાલને કબજે કર્યો હતો અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં એક શખ્સ સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

હાલમાં પોલીસે પાસેથી મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ ઉપર આવેલ ખીમજીભાઈના ઈંટોના ભઠ્ઠાની પાછળના ભાગમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મોરબી પોલીસને મળી હતી જેના આધારે પોલીસની ટીમ દ્વારા ઇંટના ભઠ્ઠા પાસે વોકળાની નજીકમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાથી દારૂની ભારતીય બનાવટની ૧૬૧ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૨૧૧૫ રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે આ દારૂનો જથ્થો મુળ દેગામના રહેવાસી અને હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર મિલન પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં રહેતા અમરતભાઈ વિઠ્ઠલભાઈ પાડલિયા જાતે કુંભાર નામના શખ્સનો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આરોપી હાજર મળી આવેલ ન હોય તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે અને આ કેસની વધુ તપાસ મોરબી બી ડિવિઝનના પીએસઆઇ એલ.એન. વાઢિયા અને તેની ટિમ ચલાવી રહી છે

પતિએ માર માર્યો

મોરબીની ગાંધી બજાર પાસે રહેતા અસ્માબેન વસીમભાઈ હરગન (ઉંમર વર્ષ ૩૦) ને તેના પતિએ માર માર્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News