મોરબીના નવલખી રોડે ઈંટોના ભઠ્ઠા પાછળ વોકળા પાસેથી ૧૬૧ બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ
મોરબીના ગાળાથી શાપર જતાં રસ્તમાં આવતો પુલ જીવલેણ અકસ્માત સર્જે તેવી દહેશત
SHARE
મોરબીના ગાળાથી શાપર જતાં રસ્તમાં આવતો પુલ જીવલેણ અકસ્માત સર્જે તેવી દહેશત
મોરબી તાલુકાનાં ગાળા ગામથી શાપર તરફ જવાના રસ્તા ઉપર પુલ આવેલ છે જે પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાથી ગામના લોકો તેમજ ગાળા અને જેતપર રોડ ઉપર ઓધ્યોગિક વિકાસ થયો હોવાથી ત્યાં રોજગારી માટે જતાં લોકો તેમજ કાચો માલ અને તૈયાર માલ લઈને નીકળતા વાહન ચાલકો પોતાના જીવના જોખમે આ પુલ ઉપરથી પસાર થાય છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી હાલમાં જર્જરિત પુલ ઉપર સાઇડમાં પડેલ ગાબડું દિન પ્રતિદિન મોટું થઈ રહયું છે ત્યારે આ જર્જરિત પુલ ગમે ત્યારે લોકો માટે જોખમ રૂપ બની શકે છે તેથી કરીને આ પુલની જગ્યાએ ૧ર મીટર પહોળો ૪.રપ કરોડનો નવો પુલ બનાવવા માટેના કામને રાજય મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ અગાઉ મંજૂર કરાવ્યુ છે તે કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તે જરૂરી છે