મોરબીના શનાળા રોડે કારના ચાલકે રીક્ષાને પાછળથી ટક્કર મારતા ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબીના શનાળા રોડે આખલાએ એકટીવાને હડફેટે લેતા ઇજા પામેલ યુવતી સારવારમાં ખસેડાઇ
SHARE









મોરબીના શનાળા રોડે આખલાએ એકટીવાને હડફેટે લેતા ઇજા પામેલ યુવતી સારવારમાં ખસેડાઇ
મોરબીના સનાળા રોડ ઉપરથી એકટીવા લઈને પસાર થતી યુવતીને આખલાએ અડફેટે લીધી હતી જેથી કરીને યુવતિને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી શહેરના જુદા જુદા વિસ્તારની અંદર રખડતા ઢોર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે જેમાં લોકોને ઇજાઓ થાય છે, તેના વાહનોમાં નુકસાન થાય અને ઘણી વખત રખડતા ઢોર નિર્દોષ લોકો માટે જીવલેણ પણ સાબિત થાય છે આવું અગાઉ મોરબીમાં બન્યું છે તેમ છતાં પણ રખડતા ઢોર આજની તારીખે મોરબીના જૂના વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે ત્યારે જો વાત કરીએ મોરબીના શનાળા રોડ ઉપરની તો મોરબીના શનાળા રોડ પરથી કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ દર્શન બંગલોમાં રહેતા ભીમાણી પ્રગતિબેન કાંતિલાલ પોતાનું એક્ટિવા લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે એકટીવા લઈને પસાર થતી આ યુવતીના એકટીવાને આખલાએ હડફેટે લીધું હતું જેથી કરીને યુવતિને ઈજા થતાં સારવારમાં ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ફિનાઇલ પીધું
નવા ઘનશ્યામપુર ગામે રહેતા સોનલબેન કંજારીયા (ઉંમર વર્ષ ૨૪) પોતાના ઘરે કોઈ કારણોસર ફિનાઇલ પી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને સોનલબેને કયા કારણોસર ફિનાઇલ પીધું હતું તે અંગેની તપાસ હાથ ધરી છે
