નેકનામ ખાતે મહિલા કલ્યાણ દિવસ નિમિતે મહિલાલક્ષી જાગૃતિ શિબિર યોજાઈ
હળવદ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ
SHARE
હળવદ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ
મોરબી જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિ સમીતિના ચેરમેન લીલાબેન પરમારના અધ્યક્ષસ્થાને ‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ની ઉજવણી બ્રહ્મ સમાજની વાડી, હળવદ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કિશોરીઓ, બાળકો અને મહિલાઓ માટે આઈસીડીએસની યોજનાઓ તથા આરોગ્ય બાબતે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આંગણવાડી બહેનો દ્વારા THR માંથી બનાવવામાં આવેલ વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું તથા કિશોરીઓની આરોગ્ય તપાસણી પણ કરવમાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી.ત્રિવેદી, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફીસર મયુરીબેન ઉપાધ્યાય, RBSK હળવદના મેડીકલ ઓફિસર ડો. ચંદનીબેન તથા મહિલા અને બાળ કચેરીનો સ્ટાફ અને આંગણવાડીના કર્મચારીઓ તથા કિશોરીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.