મોરબીમાં કાલે બહેનો દ્વારા ઉત્પાદન કરાયેલ વસ્તુના પ્રદર્શન-વેચાણ માટે જન્માષ્ટમી મેળો ખુલ્લો મુકાશે
વાંકાનેરના સત્તાપર ગામે વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયેલ દીપડાનું મોત
SHARE








વાંકાનેરના સત્તાપર ગામે વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયેલ દીપડાનું મોત
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં અવારનવાર દીપડા દેખા દેતા હોય છે તેવામાં સત્તાપર ગામે ખેડૂતની વાડીએ મૂકવામાં આવેલ વીજ કંપનીના ટ્રાન્સફોર્મર ઉપર દીપડો ચડી ગયો હતો અને તેને ઈલેક્ટ્રીક લાગતા તે દીપડાનું ઘટના સ્થળે જ મોત નીપજયું છે.
મોરબી જિલ્લામાં ખાસ કરીને વાંકાનેર વિસ્તારમાં દીપડા જુદા જુદા વિસ્તારમાં ફરતા હોય તેવું અવારનવાર અનેક વખત સામે આવ્યું છે અને તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે તેવામાં વાંકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા કુશાલભાઈ ધરમશીભાઈ મકવાણા ની વાડીએ મૂકવામાં આવેલ વીજ કંપનીના ટ્રાન્સફોર્મર ઉપર દીપડો ચડી ગયો હતો અને તે દીપડાને કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તે દીપડાનુ ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યારબાદ આ બનાવની ગ્રામજનો મારફતે વન વિભાગના જવાબદાર અધિકારીને જાણ કરવામાં આવી હતી
