મોરબી શહેર-તાલુકામાં જુગારની 8 રેડ: 1.36 લાખથી વધુની રોકડ સાથે 39 શખ્સ પકડાયા
માળીયા (મી)ના ખાખરેચી ગામ નજીક કારખાનામાં ખુરશી ઉપર બેઠા મોબાઈલ જોતાં સમયે ઢળી પડેલ તરુણનું મોત
SHARE








માળીયા (મી)ના ખાખરેચી ગામ નજીક કારખાનામાં ખુરશી ઉપર બેઠા મોબાઈલ જોતાં સમયે ઢળી પડેલ તરુણનું મોત
માળીયા (મી)ના ખાખરેચી ગામની સીમમાં આવેલ કારખાનામાં તરુણ ખુરશી ઉપર બેઠો હતો અને મોબાઈલ જોઈ રહ્યો હતો દરમિયાન અચાનક તે બેભાન થઈને ઢળી પડતા તેને જેતપર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જે બનાવ અંગેની મૃતક તરુણના પરિવરજન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં માળીયા (મી)ના ખાખરેચી ગામની સીમમાં આવેલ એકસજીસન વિટ્રીરીફાઈડ નામના સિરામિક કારખાનામાં રહેતો રામુકુમાર કેદારકુમાર રાજભર (17) નામનો તરુણ ગત તા. 12/8 ના રોજ સાંજના સાતેક વાગ્યે અરસામાં કારખાને ખુરશી ઉપર બેઠા બેઠા મોબાઈલ જોઈ રહ્યો હતો દરમિયાન તે અચાનક બેભાન થઈને ઠળી પડતા તેને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તે તરુણને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની રોહિતકુમાર તીમલકુમાર રાજભર (21) રહે. એક્સજીસન સીરામીક લેબર કવાર્ટર ખાખરેચી માળિયા મૂળ રહે. યુપી વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
