મોરબી નજીકથી રિક્ષામાં બે પાડાને કતલખાને લઈ જતા ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
મોરબી શહેર-તાલુકામાં જુગારની 8 રેડ: 1.36 લાખથી વધુની રોકડ સાથે 39 શખ્સ પકડાયા
SHARE








મોરબી શહેર-તાલુકામાં જુગારની 8 રેડ: 1.36 લાખથી વધુની રોકડ સાથે 39 શખ્સ પકડાયા
મોરબી શહેર અને તાલુકામાં જુગારની જુદીજુદી 8 રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 39 લોકોને જુગાર રમતા પકડવામાં આવ્યા છે અને તેની પાસેથી 136260 ની રોકડ કબ્જે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદાજુદા ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના વીસીપરા મેન રોડ ઉપર રોહીદાસપરા ચાર ગોદામ પાસે જુગારની રેડ કરી હતી ત્યારે રાજુભાઈ ગોરધનભાઈ મકવાણા (42), સાહિલભાઈ રમજાનભાઈ માણેક (18) અને ધર્મેશભાઈ રમેશભાઈ મંડલી (32) રહે. બધા વીસીપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 12,150 ની રોકડ કબ્જે કરેલ છે. મોરબીના શોભેશ્વર રોડે વાણીયા સોસાયટીમાં સીમાદેવીના મકાન સામે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે અશોકભાઈ બટુભાઈ જોગડીયા (45), રમેશભાઈ ચતુરભાઈ પાટડીયા (27), વિષ્ણુભાઈ ખોડાભાઈ ધંધાણીયા (29), સોહિલભાઈ ઈકબાલભાઈ બેગ (35), કેતન ઉર્ફે પંકજ રવજીભાઈ બારૈયા (21), પરમેશ્વરકુમાર લાલબાબુકુમાર પ્રસાદ (38) અને અંકિતભાઈ ઓધવજીભાઈ વિરાણી (32) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસ તેની પાસેથી 12,500 ની રોકડ કબજે કરેલ છે.
મોરબીના ઇન્દિરાનગર પાસે વિપુલનગર સોસાયટીમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે નિલેશભાઈ દિનેશભાઈ દેથરીયા (26), રાજભાઈ અશોકભાઈ ઉભડિયા (29), કેતનભાઇ પરેશભાઈ પારેખ (40), વૈભવભાઈ મનોજભાઈ ઝીઝુવાડીયા (19), મયુરભાઈ લક્ષ્મણભાઈ આંબલીયા (23), પ્રકાશભાઈ બચુભાઈ આંબલીયા (19), અજયભાઈ ગોપાલભાઈ વડલકિયા (24), અજીતભાઈ મજીભાઈ ઝાપડિયા (25) અને રાહુલભાઈ ગીરીશભાઈ પરમાર (20) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 31,650 ની રોકડ કબજે કરી હતી.
મોરબીમાં આવેલ પવિત્ર કુવા પાસે જાહેરમાં જુગાર કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સુરેશભાઈ લાલજીભાઈ બારૈયા (44), ચંદુભાઈ બચુભાઈ અગેચાણીયા (51) અનવરભાઈ હાજીભાઈ સમા (35) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય 12,700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. તો મોરબીના વિજયનગર મેન રોડ ઉપર શેરી નં-1 માં જાહેરમાં જુગારની રેડ કરતા જાહિદ રજાકભાઈ મેમણ (40), અબ્બાસ દાઉદભાઈ મોવર (44), અસલમ નૂરમામદભાઈ મિયાણાં (36) અને જૂસબ સાલેમામદ સંધિ (45) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 15,400 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.
મોરબીના રણછોડનગર શેરી નં-1 માં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે રવિભાઈ સવજીભાઈ ખાખરીયા (32), દીપક ઉર્ફે લાલો મનુભાઈ ચૌહાણ (29), દિલીપભાઈ સોંડાભાઈ પાટડીયા (50) રહે. બધા વીસીપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 5200 ની રોકડ કબ્જે કરી હતી આવી જ રીતે મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગારની રેડ કરતા રમેશભાઈ શીવાભાઈ પાટડીયા (30), રાજેશભાઈ જીવણભાઈ સનુરા (50) અને રાજેશભાઈ કલાભાઈ શેખાણી (27) રહે. બધા ઇન્દિરાનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,860 ની રોકડ કબજે કરી હતી
આમરણ ગામે જુગાર
મોરબીના આમરણ ગામે આવેલ પગથિયા શેરીમાં દેવીપુજક વાસમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે ત્યાં રેડ કરી હતી ત્યારે જીવરાજભાઈ પવનભાઈ થરુકિયા (42), બહાદુરભાઇ ભવનભાઈ થરુકીયા (49), દિનેશભાઈ ભલુભાઈ થરુકિયા (43), મનીષભાઈ અણદાભાઈ થરુકિયા (33), સંજયભાઈ બટુકભાઈ થરુકિયા (33), કમલેશભાઈ વસંતભાઈ થરુકિયા (32), સતિષભાઈ મહેશભાઈ થરુકિયા (24) અને રાહુલભાઈ ચમનભાઈ થરૂકિયા (24) રહે. બધા આમરણ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 44,650 ની રોકડ કબજે કરી હતી અને આરોપીઓની ધરપકડ કરેલ છે
