મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણી મહિલાનું મોત મોરબીમાં જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા: 18 સ્થળે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા મોરબી જિલ્લા પંચાયતે કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે તિરંગા લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ માળીયા (મી)ના ચીખલી ગામે ખેતરમાં દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં 2, વાંકાનેર સિટી વિસ્તારમાં 4 અને માળીયા તાલુકામાં 1 જુગારની રેડ: 2.17 લાખથી વધુની રોકડ સાથે 29 શખ્સ ઝડપાયા


SHARE















હળવદ તાલુકામાં 2, વાંકાનેર સિટી વિસ્તારમાં 4 અને માળીયા તાલુકામાં 1 જુગારની રેડ: 2.17 લાખથી વધુની રોકડ સાથે 29 શખ્સ ઝડપાયા

હળવદ તાલુકામાં બે, વાંકાનેર સિટી વિસ્તારમાં ચાર અને માળીયા ના નાની બરાર ગામે જુગારની જુદીજુદી 7 રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 29 લોકોને જુગાર રમતા પકડવામાં આવ્યા છે અને તેની પાસેથી 2,17,240 ની રોકડ કબ્જે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદાજુદા ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

માથક- ચુપણી ગામે જુગાર

હળવદના માથક ગામની ગુંદાવાડી નામે ઓળખાતી સીમમાં માવજીભાઈ કોળીની વાડીના શેઢે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ચંદુભાઈ માવજીભાઈ પરમાર (40), નાગજીભાઈ ભલાભાઇ સરૈયા (30), મુકેશભાઈ માધાભાઈ સરૈયા (31), મહેશભાઈ વાઘજીભાઈ પરમાર (30), મુજફર ઈશુભાઈ મુલતાની (51), રાજેશભાઈ વેલજીભાઈ પાટડીયા (32), મુમાભાઈ મશરૂભાઈ સરૈયા (40) અને અક્ષયભાઈ મુન્નાભાઈ નંદેસરિયા (22) રહે. બધા હળવદ તાલુકા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,33,800 રૂપિયાની રોકડ કબજે કરી હતી જયારે હળવદ પોલીસે જુગારની બીજી રેડ ચુપણી ગામે રઘુભાઈ કમાભાઈ કોળીની વાડીના શેઢે કરી હતી ત્યારે વિરમભાઈ જાદવજીભાઈ સરદીયા (49), રમેશભાઈ જશાભાઇ પાટડીયા (48), પરસોતમભાઈ મગનભાઈ મકવાણા (35), હીરાભાઈ દેવશીભાઈ કારેલીયા (55) અને શામજીભાઈ ગોરધનભાઈ સીતાપરા (25) રહે. બધા ચુપણી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 32,200 ની રોકડ કબજે કરી હતી

કેરાળા- અમરસર ગામે જુગાર

વાંકાનેર નજીક કેરાળા ગામે નવાપરાના ખુલ્લા પટમાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી રાજેશભાઈ મશરૂભાઈ મકવાણા (35), જીવણભાઈ કુકાભાઈ વાડવેલીયા (26) અને સંજયભાઈ વરસીંગભાઇ વાડવેલીયા (35) રહે. બધા કેરાળા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 17,150 ની રોકડ કબજે કરી હતી. તો જુગારની બીજી રેડ અમરસર ગામમાં ભરવાડના ચોકમાં કરી હતી ત્યારે જયપાલભાઈ સુખાભાઈ ગમારા અને મહિપાલભાઈ ભાયાભાઈ ગમારા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી 2,250 ની રોકડ તથા 10,000 ની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 12,250 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો ને આરોપીઓની ધરપકડ કરી હતી

હસનપરા- નવા રાજાવડલા ગામે જુગાર

વાંકાનેરના હસનપરામાં ચામુંડા માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરતા સંજયભાઈ ધીરુભાઈ પરસાડીયા (30), નીલેશભાઇ રમેશભાઈ મકવાણા (22) અને ઉદયભાઇ મુકેશભાઈ બારૈયા (19) રહે. બધા હસનપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2400 ની રોકડ કબજે કરી હતી. તો નવા રાજા વડલા ગામના ચોકમાં જાહેરમાં જુગારની રેડ કરતા ગોવરનભાઈ છગનભાઈ દેત્રોજા (58), દિનેશભાઈ કાળુભાઈ દેત્રોજા (29), કિશોરભાઈ નરસીભાઈ ડેડાણીયા (38), મોનાભાઈ રાઘવભાઈ ગમારા (36) અને વિમલભાઈ કાંતિભાઈ ડેડાણીયા (22) રહે. બધા નવા રાજા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 12,240 ની રોકડ કબજે કરી હતી.

નાનીબરાર ગામે જુગાર

માળિયાની તાલુકાના નાનીબરાર ગામના તળાવની પા પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અજીતભાઈ પરબતભાઈ ચાવડા (40), ચંદુભાઈ મહાદેવભાઈ વિઠલાપરા (50), પરેશભાઈ રાયધનભાઈ ડાંગર (38) અને જયંતીભાઈ મોહનભાઈ મોરડીયા (52) રહે. બધા નાની બજાર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 7,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે




Latest News