મોરબીમાં જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા: 18 સ્થળે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા
SHARE








મોરબીમાં જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા: 18 સ્થળે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા
મોરબીમાં આજે જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના હાજર રહ્યા હતા. અને મોરબીના માર્ગો ઉપરથી શોભાયાત્રા નીકળી હતી. ત્યારે શહેરના માર્ગો “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી” ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
આજે સમગ્ર દેશમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એટ્લે કે જન્માષ્ટમીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબીમાં આજે સર્વ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો આનંદ સાથે જોડાયા હતા અને મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી શોભાયાત્રાને શરૂ કરવામાં આવી હતી ત્યારે “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી” ના નાદથી શહેરના માર્ગો ગુંજી ઉઠયા હતા. આ ઉપરાંત રાસ-ગરબા, મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે મટકી ફોડ કરતની સાથે જ નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલ કી. ના નાદ ગુંજી ઉઠ્યા હતા અને મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા વિહિપના પ્રમુખ જીલેશભાઈ કાલરિયા, કમલેશભાઈ બોરિચા સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
