મોરબીમાં જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા: 18 સ્થળે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા
હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણી મહિલાનું મોત
SHARE








હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણી મહિલાનું મોત
હળવદમાં અમુલ ફર્નિચર શોરૂમની પાછળથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈપણ કારણોસર ડૂબી જવાના કારણે અજાણી મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને પાણીમાંથી મહિલાના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે અમદાવાદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ અમુલ ફર્નિચર શોરૂમ પાછળના ભાગમાંથી નર્મદાની કેનાલ પસાર થાય છે અને તે નર્મદાની કેનાલમાં કોઈપણ કારણોસર ડૂબી જવાના કારણે અજાણી 32 થી 35 વર્ષની મહિલાનું મોત નીપજ્યું હતું તે બનાવ અંગેની જાણ થતા પોલીસ ઘટના પહોંચી હતી અને પાણીમાં ડૂબી ગયેલ મહિલાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હળવદ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે થઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. પરમાર ચલાવી રહ્યા છે
