માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત
SHARE








માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત
મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર માળિયા નજીક આવેલ ઓનેસ્ટ હોટલ સામેથી વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે એમપીના યુવાને ભારે વાહનની નીચે પડતું મૂક્યું હતું જેથી કરીને તે યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને માળિયાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપી ના ઉજ્જૈન ખાતે શ્રીકૃષ્ણ કોલોની અંકપાત માર્ગ ઉપર રહેતા કમલ ભોગીરામ પરમાર (49) નામના યુવાને મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર માળિયા નજીક આવેલ ઓનેસ્ટ હોટલ સામે રસ્તા ઉપર થી પસાર થઈ રહેલા ભારે વાહન નીચે પડતું મૂક્યું હતું જેથી કરીને વાહનનો પાછળનો ભાગ તે યુવાનના માથા અને શરીર ઉપરથી ફરી જવાના કારણે તે યુવાનને ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજીયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે
