માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત
મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત
SHARE








મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત
મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મોટીવાવડી ગામે રાજેશભાઈની વાડીએ રહેતા અને કામ કરતા અમીરચંદ સીતારામ ડાવર (35) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ એન.એસ. મેસવાણિયા ચલાવી રહ્યા છે
