મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE









મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

મોરબીમાં પાવળીયારી પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જ્યારે મોરબીના લાલપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં આરો પ્લાન્ટ પાસે પાણી ભરવા ગયેલ યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત થયું હતું

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી પાસે ઓયો લક્ઝરી સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સુરેશભાઈ માંગીલાલભાઈ માલવીયા (26) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ પ્રિયા સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી માણીકચંદ્ર લલિત ગોપે (35) નામનો યુવાન કારખાનામાં આરો પ્લાન્ટમાં પાણી ભરવા માટે જતા ત્યાં તેને ઈલેક્ટ્રીક સોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતકના ભાઈ મનોજ લલિત ગોપે (23) રહે મૂળ પશ્ચિમ બંગાળ વાળા એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે




Latest News