મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે સાથે ફરવાની ના કહેતા યુવાન અને તેના પરિવાર ઉપર ત્રણ શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો


SHARE









હળવદના જુના દેવળીયા ગામે સાથે ફરવાની ના કહેતા યુવાન અને તેના પરિવાર ઉપર ત્રણ શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો

હળવદના જુના દેવળીયા ગામે મોતીનગરમાં રહેતા યુવાને તેના માસીના દીકરા ભાઈએ ગામમાં જ રહેતા ત્રણ શખ્સોની સાથે ફરવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને ત્રણેય શખ્સો જુદીજુદી બે કારમાં યુવાનના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં ધોકો કાઢીને યુવાનની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારે ગાળો આપતા હોય યુવાનના કાકાએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સો દ્વારા યુવાનની પત્નીને માથાના ભાગે ઝાપટો મારવામાં આવી હતી તેમજ યુવાનના કાકાની ઉપર ધારિયા વડે હુમલો કરતા તેને અંગુઠા તથા આંગળીમાં ઇજાઓ થઈ હતી અને ફરિયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય ભોગ બનેલ યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપી અને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના જુના દેવળીયા ગામે મોતીનગરમાં રહેતા ભરતભાઈ મગનભાઈ દુદાણા (46)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એજાજ અલાઉદ્દીન, આશિક અલાઉદ્દીન અને અલાઉદ્દીન નામના ત્રણેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓનો ભત્રીજા સંતોષને તેના માસીના દીકરા રાજુભાઈ હરજીભાઈ ઉઘરેજાએ આરોપીઓ સાથે ફરવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને એજાજ અને આશિક બંને કાર લઈને ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં તેના ભત્રીજા સંતોષના ઘર સામે આવીને કારમાંથી ધોકો કાઢીને તેના ભત્રીજા સાથે બોલાચાલી અને ઝઘડો કરવા લાગ્યા હતા અને ત્યારે અલાઉદીનભાઈ બીજી કાર લઈને ત્યાં પહોંચ્યા હતા અને તેણે લોખંડનુંધારિયું કાઢ્યું હતું અને ફરીયાદીના ભત્રીજાને ગાળો આપવા લાગ્યા હતા ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પડતા ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને એજાજને ફરિયાદીના ભત્રીજા વહુ જલ્પાબેનને માથાના ભાગે ઝાપટો મારી હતી જ્યારે અલાઉદ્દીનભાઈએ તેના હાથમાં રહેલ ધારીયા વડે હુમલો કરીને ફરિયાદીને અંગૂઠા તથા આંગળીમાં ગંભીર ઈજા કરી હતી તેમજ ફરિયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ ફરિયાદીની રિક્ષામાં ધોકા મારીને નુકસાની કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 3 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટ્રક ચાલકે ફોર્ચ્યુનર ગાડીને ટક્કર મારતા વાહનમાં નુકસાન

મોરબીમાં આવેલ રવાપર રોડ ઉપર એવન્યુ પાર્કમાં રહેતા દિલીપભાઈ રતિલાલ આદ્રોજા (51)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 12 બીઝેડ 7681 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર શનાળા ગામ પાસે આવેલ શિશુ મંદિર સ્કૂલની પાસે રોડ ઉપરથી તેઓ ફોર્ચ્યુનર ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરાઈથી તેનું વાહન ચલાવીને ફરિયાદીની ફોર્ચ્યુનર ગાડી નંબર જીજે 36 એસી 0132 ની પાછળના ભાગમાં ટ્રક અથડાવ્યો હતો જેથી ફોર્ચ્યુનર ગાડીમાં નુકસાન થયું હોય હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News