હળવદના જુના દેવળીયા ગામે સાથે ફરવાની ના કહેતા યુવાન અને તેના પરિવાર ઉપર ત્રણ શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના સોખડા આકાશી વીજળી પડતા પોતાના ખેતરમાં ઉભેલા યુવાનનું મોત જલેબી-ભજીયાનો મેળો માણવો હોય તો આવું પડે મોરબી જીલ્લાના વાંકાનેરમાં: લોકોની અનોખી આસ્થા-શ્રધ્ધા દર્શન મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના સોખડા આકાશી વીજળી પડતા પોતાના ખેતરમાં ઉભેલા યુવાનનું મોત


SHARE















મોરબીના સોખડા આકાશી વીજળી પડતા પોતાના ખેતરમાં ઉભેલા યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ સોખડા ગામે રહેતો યુવાન પોતાના ખેતરમાં ઉભો હતો ત્યારે રાત્રિના સવા દસ વાગ્યાના અરસામાં આકાશી વીજળી તેના ઉપર પડવાના કારણે તે યુવાનને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા મુકેશભાઈ નરભેરામભાઈ સુરેલા (45) નામનો યુવાન સોખડા ગામની સીમમાં આવેલ પોતાના ખેતરે હતો ત્યારે તા 17 ના રોજ રાત્રિના સવા દસેક વાગ્યાના અરસામાં આકાશી વીજળી પડવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દારૂની બોટલ સાથે એક પકડાયો

મોરબીના લાતી પ્લોટ નંબર આઠમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસી ચેક કરતા તેની પાસેથી દારૂની નાની એક બોટલ મળી આવતા 200 રૂપિયાની કિંમતની દારૂની બોટલ પોલીસે કરજે કરી હતી અને આરોપી સલમાનભાઈ ઈબ્રાહીમભાઇ પઠાણ (29) રહે લુક્સ ફર્નિચર સામે લાતી પ્લોટ મોરબી વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે




Latest News