સુવિધા કે દુવિધા : મોરબીવાસીઓને હવે વાહન પાર્કિંગનો પણ ચાર્જ આપવો પડશે...?
મોરબીમાં દુધપાક સાથે ભરપેટ ભોજન કરાવી શ્રાવણ માસના છેલ્લા સોમવારની ઉજવણી કરતુ યંગ ઇન્ડિયા ગ્રુપ
SHARE








મોરબીમાં દુધપાક સાથે ભરપેટ ભોજન કરાવી શ્રાવણ માસના છેલ્લા સોમવારની ઉજવણી કરતુ યંગ ઇન્ડિયા ગ્રુપ
શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભગવાન શિવની શ્રદ્ધા સાથે સેવાનો ઉત્તમ સંદેશ આપવાનું કામ કરવામાં આવે છે.જેમાં મોરબી શહેરમાં દરેક તહેવાર અને જન્મદિનને પ્રેરણાત્મક સેવાકાર્યમાં પરિવર્તિત કરનાર યંગ ઇન્ડિયા ગ્રૂપ કેજે વર્ષોથી પવિત્ર શ્રાવણ માસના દરેક સોમવારે ભગવાન શિવને શ્રદ્ધા સાથે પ્રતીકાત્મક દૂધ અર્પણ કરી દૂધનો સકારાત્મક ઉપયોગ એટલે કે દૂધપાક સાથેનું અનેક લોકોને સ્વાદિષ્ટ ભોજન કરાવી ખરા અર્થમાં શિવને પ્રસન્ન કરવામાં આવે છે.
યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરના જરૂરીયાતમંદ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને દૂધપાક તથા પૌષ્ટિક પુરી-ભાજીનું ભરપેટ ભોજન અપાયું.હતું. માત્ર ભોજન જ નહીં, પણ તેની પાછળ પ્રથમ જીવ રાજી, પછી જ શિવ રાજીનો સંદેશ છુપાયેલો છે.યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક ડૉ.દેવેનભાઈ રબારીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમે કશું મોટું કામ કર્યું નથી. આપણા સમાજમાં જ વસતા એવા બાળકો કે જે પોષણક્ષમ ભોજનથી વંચિત છે, તેમને દૂધપાક જેવા પૌષ્ટિક ભોજનથી તૃપ્ત કરવું તે માનવતા છે. લોકો શ્રાવણના સોમવારે શિવલિંગ પર દૂધ ચડાવે છે, જે શાસ્ત્રોક્ત અને શ્રદ્ધાભર્યું કાર્ય છે. પણ અમે તેમાં નાનકડો પરિવર્તન લાવવાનો સકારાત્મક પ્રયાસ કર્યો છે.દૂધ ભગવાનને ચઢાવ્યા બાદ બાકી રહેલું દૂધ બાળકો માટે ઉપયોગી બને એવું સેવાકાર્ય કરવાનું જ અમારું ધ્યેય છે.યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા સતત ૧૭ વર્ષથી શ્રાવણ માસના દરેક સોમવારમાં આવી જ રીતે સેવાભાવના અભિયાન ચલાવતું આવ્યું છે.
