મોરબીમાં દુધપાક સાથે ભરપેટ ભોજન કરાવી શ્રાવણ માસના છેલ્લા સોમવારની ઉજવણી કરતુ યંગ ઇન્ડિયા ગ્રુપ
હળવદના કેદારીયા નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત: મોરબીમાં દુકાને બેઠેલ યુવાનનું છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત
SHARE








હળવદના કેદારીયા નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત: મોરબીમાં દુકાને બેઠેલ યુવાનનું છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત
હળવદના કેદારીયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ અજાણ્યો યુવાન ડૂબી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જ્યારે મોરબીના રાજપર રોડ ઉપર મામા સાહેબના મંદિર પાસે યુવાન તેની દુકાને બેઠો હતો ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપાડતા તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા જોકે ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે
હળવદ તાલુકાના કેદારીયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ અજાણ્યો 25 વર્ષનો યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ વી.પી.ચાવડા ચલાવી રહ્યા છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે. જ્યારે મોરબી નજીકના સનાળા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા સંજયભાઈ અરજણભાઈ જરૂ (45) નામનો યુવાન રાજપર રોડ ઉપર આવેલ મામા સાહેબના મંદિર પાસે પોતાની દુકાને બેઠો હતો ત્યારે તેને અચાનક છાતીઓમાં દુખાવો ઉપાડતા 108 મારફતે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
