મોરબીના જોન્સનગરમાં ઘરમાંથી 15,600 ની કિંમતની દારૂની 6 બોટલ સાથે મહિલા પકડાઈ: માલ આપનારની શોધખોળ
SHARE







મોરબીના જોન્સનગરમાં ઘરમાંથી 15,600 ની કિંમતની દારૂની 6 બોટલ સાથે મહિલા પકડાઈ: માલ આપનારની શોધખોળ
મોરબીના જોન્સનગર વિસ્તારમાં રહેતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોંઘી દાટ 6 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 15,600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને મહિલા આરોપીની ધરપકડ કરી હતી, અને તેની પાસેથી દારૂ આપનારનું નામ સામે આવ્યું હોય બે શખ્સો સામે ગુનો નોંધી પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જોન્સનગરમાં રહેતા હમીદાબેન જેડાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની મોંઘીદાટ 6 બોટલો મળી આવતા 15,600 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને મહિલા આરોપી હમીદાબેન અસગરભાઈ જેડા (35) રહે. જોન્સનગર લુક્સ ફર્નિચર વાળી શેરીની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અલ્તાફ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ રહે. વાવડી રોડ કેનાલની બાજુમાં મોરબી વાળાના કહેવાથી તેને દારૂનો જથ્થો પોતાના ઘરમાં રાખ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી હાલમાં પોલીસે બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને દારૂ આપનારને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જુગારની રેડ
માળિયાની તાલુકાના બગસરા ગામે મેલડી માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિપુલભાઈ મનજીભાઈ પીપળીયા (24), જયેશભાઈ ઉર્ફે છગન હીરાભાઈ પીપળીયા (20) અને પ્રેમજીભાઈ ઉર્ફે ગડો બાબુભાઈ પીપળીયા (25) રહે. બધા બગસરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,900 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જ્યારે માળિયામાં માસુમશાપીરની દરગાહ પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે દોસમામદ મહંમદભાઇ કટીયા (50) રહે. વાડા વિસ્તાર જુના રેલ્વે સ્ટેશન પાસે માળિયા મીયાણા વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 550 રૂપિયાની રોકડ સાથે તેને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.
