મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 પકડાયા વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવાર મળે તે પહેલ જ મોત
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા તાલુકાનાં ખેડૂતોને ઘોડાધ્રોઇ ડેમમાથી સિચાઈ માટે પાણી મળશે


SHARE







મોરબી અને માળીયા તાલુકાનાં ખેડૂતોને ઘોડાધ્રોઇ ડેમમાથી સિચાઈ માટે પાણી મળશે

મોરબી અને માળીયા તાલુકાનાં રાપર, જેતપર, માણાબા અને સુલતાનપુર ગામના ખાતેદાર ખેડૂતને સિચાઈ માટે પાણી માટે તે જરૂરી છે ત્યારે ખેડૂતોના વ્યાપક હિતમાં મોરબી જીલ્લામાં આવેલ ઘોડાધ્રોઇ સિંચાઇ યોજનામાંથી નદી મારફતે ખેડૂતોને પાણી મળે તે માટે રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાએ હાલમાં પણી છોડાવ્યું છે

દેશના તાત એવા ખેડૂતોની આવક બમણી કરવાની નેમ બતાવતાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીની નેમને સાચા અર્થમાં સાર્થક કરવા મોરબી જિલ્લામાં આવેલ ઘોડાધ્રોઇ સિંચાઇ યોજના હેઠળ આવતાં રાપર, જેતપર, માણાબા અને સુલતાનપુરના ખાતેદાર ખેડૂતોને સમયસર અને પૂરતાં પ્રમાણમાં સિંચાઇ માટે પૂરતુ પાણી મળી રહે તે માટે ઘોડાધ્રોઇ સિંચાઇ યોજનામાંથી નદીમાં પાણી છોડવવા સતત અને નિરંતર ખેવના રાખતા પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા જિલ્લા કક્ષાના અધિકારીના કાર્યાલયથી લઇને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઇ પટેલના કાર્યાલય સુધી સતત સંપર્કમાં રહી ઘોડાધ્રોઇ સિંચાઇ યોજનામાંથી નદીમાં પાણી છોડવવા અંગેની મંજુરી મેળવી છે અને રાજયમંત્રી બ્રિજેશ મેરજાના પ્રયાસોને સફળતા મળતાં મોરબી ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા દ્વારા  બ્રિજેશ મેરજાની પ્રસંશા સાથે સરાહના કરવામાં આવી છે અને શુભેચ્છા સાથે અભિનંદન આપવામાં આવેલ છે






Latest News