મોરબી સિટી મામલતદાર કચેરીમાં રેશનકાર્ડની કામગીરી શરૂ કરવા રમેશભાઈ રબારીની માંગ
વાંકાનેર દોશી કોલેજનાં દસ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ યોગ સ્પર્ધામાં ભાગ લેશે
SHARE
વાંકાનેર દોશી કોલેજનાં દસ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ યોગ સ્પર્ધામાં ભાગ લેશે
(કેતન ભટ્ટી દ્વારા) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ટર કોલેજ યોગ સ્પર્ધા કોટડા સાંગાણી ખાતે યોજાઈ હતી, જેમાં વાંકાનેર દોશી કોલેજની ભાઈઓ - બહેનો બન્ને ટીમ ચેમ્પિયન બની હતી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નેશનલ લેવલે છ ભાઈઓ અને છ બહેનોને સ્પર્ધામાં ઉતારવામાં આવે છે, જેમાં વાંકાનેર દોશી કોલેજનાં છ ભાઈઓ અને ચાર બહેનોને સિલેક્ટ કરવામાં આવ્યાં છે, ત્યારે કુલ બાર સ્પર્ધકોમાંથી દસ સ્પર્ધકો વાંકાનેર દોશી કોલેજમાંથી પસંદગી પામ્યા છે જે રાષ્ટ્રીય કક્ષાએ યોગ કૌવત રજૂ કરશે, દોશી કોલેજનાં આ વિદ્યાર્થીઓએ વાંકાનેર નું ગૌરવ વધાર્યું છે ત્યારે કેપ્ટન ડૉ.ચાવડા, ડૉ. લાવડીયા, ટ્રસ્ટીઓ,સેક્રેટરી,આચાર્ય અને દોશી કોલેજ પરિવારે તમામ યોગ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી તેમ વાંકાનેર દોશી કોલેજનાં પ્રિન્સિપાલ ડૉ. વાય.એમ. ચુડાસમા દ્વારા જણાવાયું હતું.