મોરબીના રફાળેશ્વર ગામે નશાની ટેવ વાળી મહિલાની હત્યાના ગુનામાં બે સગી ભાણી સહિત ચાર આરોપીની ધરપકડ
મોરબીમાં યુવતીને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરનાર પરણિત શખ્સ ઝડપાયો
SHARE









મોરબીમાં યુવતીને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરનાર પરણિત શખ્સ ઝડપાયો
મોરબીમાં રહેતા પરિવારની કોલેજમાં અભ્યાસ કરતી દીકરીને યુવક સાથે પ્રેમસંબંધ થયો હતો ત્યારે તેની સાથે ફોટો લઈ લીધા હતા અને તે ફોટો વાયરલ કરવાની ધમકી આપીને યુવતી પાસેથી રોકડા રૂપિયા તેમજ કિંમતી મોબાઈલ ફોન આમ કુલ મળીને અંદાજે ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો. જે અંગેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવતીના પિતાએ ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે આરોપીને પકડીને આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી.
મોરબીમાં રહેતા પરિવારની દીકરી કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે ડેનિસ મણીલાલ મુંદડીયા રહે. વીરપર તાલુકો ટંકારા વાળાના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ હતો ત્યારે યુવતી સાથે ફોટો પડ્યા હતા જો કે, યુવતીની સગાઈ ન થવા દેવા માટે તેના ફોટો વાયરલ કરવાની ધમકી આપીને પ્રેમસંબંધ ચાલુ રાખવા માટે દબાણ કર્યું હતું. આટલું જ નહીં પરંતુ યુવતી પાસેથી કટકે કટકે અંદાજે બે લાખ રૂપિયા જેટલી રોકડ રકમ અને 93,000 થી વધુની કિંમતનો કિંમતી મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યો હતો આમ અંદાજે ત્રણ લાખ રૂપિયા જેટલી રકમનો મુદ્દામાલ યુવતી પાસેથી ડેનિસ મુંદડીયાએ પડાવી લીધો હતો. જે બનાવ અંગે ભોગ બનેલ યુવતીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાની તપાસ કરી રહેલ પીએસઆઈ સી.એસ. સોંદરવા અને તેની ટીમે આરોપી ડેનિસ મણીલાલ મુંદડીયા (25) રહે. વીરપર તાલુકો ટંકારા વાળાની ઝડપી લીધો હતો અને આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી.
