ટંકારા મોરબી, માળીયા અને વાંકાનેરમાં જુગારની જુદીજુદી 6 રેડ: 18 શખ્સો જુગાર રમતા પકડાયા
મોરબીના રફાળેશ્વર ગામે નશાની ટેવ વાળી મહિલાની હત્યાના ગુનામાં બે સગી ભાણી સહિત ચાર આરોપીની ધરપકડ
SHARE









મોરબીના રફાળેશ્વર ગામે નશાની ટેવ વાળી મહિલાની હત્યાના ગુનામાં બે સગી ભાણી સહિત ચાર આરોપીની ધરપકડ
મોરબીના રફાળેશ્વર ગામે માતાની સાથે રહેતી મહિલા કે જેને નશો કરવાની કુટેવ હોય અને તે બાબતને લઈને અવારનવાર તેને ઘરમાં અને પાડોશમાં ઝઘડા થતા હતા. દરમિયાનમાં ગઈકાલે તે મહિલાને તેની બે સગી ભાણેજ તથા પાડોશમાં રહેતા અન્ય બે શખ્સો દ્વારા ઝઘડો કરીને દોરડા વડે ખાટલામાં બાંધીને લાકડાના ધોકા વડે માથામાં માર મારવામાં આવ્યો હતો જેથી તે મહિલાનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ પુરાવાનો નાશ કરવા માટે દોરડું સળગાવી દેવામાં આવ્યું હતું. જે બનાવ સંદર્ભે મૃતક મહિલાની માતાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં બે મહિલા સહિત ચારેય આરોપીઓની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા કાંતાબેન ગાંડુભાઇ સોલંકી (75)એ હાલમાં તાલુકા પોલીસ મથક ખાતે હીનાબેન લક્ષ્મણભાઈ રાઠોડ રહે. રફાળેશ્વર, નર્મદાબેન લક્ષ્મણભાઈ રાઠોડ રહે. ઘનશ્યામગઢ તા.હળવદ, મનોજ ઉર્ફે મયુર રમેશ રાઠોડ રહે.પાનેલી તથા હુશેન ફિરોજભાઈ જુણેજા રહે. રફાળેશ્વર નામના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, ફરીયાદીની પુત્રી લક્ષ્મીબેન મહેશભાઈ રાઠોડ કે જેના છૂટાછેડા થયા બાદ ફરિયાદીની સાથે રહે છે અને તેણીને નશો કરવાની કુટેવ હોય તે બાબતે અવરનવાર નશાની હાલતમાં માથાકૂટ ઝઘડા કરતી હતી.દરમિયાનમાં તા.24 ના રોજ લક્ષ્મીબેન મહેશભાઈ રાઠોડએ નશો કરેલ હોય અને નશાની હાલતમાં એલફેલ બોલતી હતી અને ઝઘડો કરતી હતી તે બાબતનો રોષ રાખીને પ્રથમ હીનાબેન લક્ષ્મણભાઈ રાઠોડ દ્વારા તેણીના માથામાં લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો બાદમાં મનોજ ઉર્ફે મયુર રમેશ રાઠોડએ દોરડું આપ્યું હતું અને તે દોરડા વડે હીનાબેન રાઠોડ અને હુશેન ફિરોજભાઈ જુણેજા દ્વારા લક્ષ્મીબેનને ખાટલામાં સુવડાવીને બાંધી દેવામાં આવ્યા હતા અને ધોકા વડે ફટકારવામાં આવ્યા હતા.
જેથી કરીને લક્ષ્મીબેનનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ પુરાવાઓનો નાશ કરવા માટે દોરડું સળગાવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં નર્મદાબેન લક્ષ્મણભાઈ રાઠોડ દ્વારા પણ મદદગારી કરવામાં આવેલ હોય મૃતક લક્ષ્મીબેન રાઠોડની માતા કાંતાબેન સોલંકી દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે હીનાબેન રાઠોડ, મનોજ રાઠોડ, નર્મદાબેન રાઠોડ અને હુશેન જુણેજા સામે ફરિયાદ નોંધાવવામાં આવતા એસસીએસટી સેલના ડીવાયએસપી વી.બી.દલવાડી દ્વારા એટ્રોસિટી તથા હત્યા સહિતની કલમો હેઠળ ચારેય સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને ગણતરીની કલાકોમાં હત્યાના આ ગુનામાં હીનાબેન લક્ષ્મણભાઈ રાઠોડ રહે. રફાળેશ્વર, નર્મદાબેન લક્ષ્મણભાઈ રાઠોડ રહે. ઘનશ્યામગઢ તા.હળવદ, મનોજ ઉર્ફે મયુર રમેશ રાઠોડ રહે.પાનેલી તથા હુશેન ફિરોજભાઈ જુણેજા રહે. રફાળેશ્વર વાળની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે વધુમાં મળતી માહિતી મુજબ જેની હત્યા કરવામાં આવી તે લક્ષ્મીબેનની હત્યાના ગુનામાં પકડાયેલ હીનાબેન તથા નર્મદાબેન મૃતકના બહેનની દીકરીઓ છે એટલે કે સગી ભાણેજો છે.
