મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયા ગામના પાસેથી દારૂનો જથ્થો ભરેલ ક્રેટા ગાડી સાથે બે શખ્સ પકડાયા, 5.28 લાખનો મુદામાલ કબ્જે


SHARE













મોરબીના ખેવારીયા ગામના પાસેથી દારૂનો જથ્થો ભરેલ ક્રેટા ગાડી સાથે બે શખ્સ પકડાયા, 5.28 લાખનો મુદામાલ કબ્જે

મોરબીના ખેવારીયા ગામના ઝાપા પાસેથી ક્રેટા ગાડી પસાર થઈ હતી જે ગાડીને રોકીને પોલીસે ચેક કરતા ગાડીમાંથી 140 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી દારૂ અને વાહન મળીને 5.28 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને ગાડીમાં બેઠેલા બે શખ્સોને ઝડપી લીધા હતા તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન માલ મોકલાવનાર અને મંગાવનારનું નામ સામે આવ્યું હોય હાલમાં એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામના ઝાપા પાસેથી ક્રેટા ગાડી નંબર જીજે 10 સીજી 7441 પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી 140 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 28 હજાર રૂપિયાની કિંમતનો દારૂ તથા 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 5.28 લાખના મુદ્દામાલને કબજે કર્યો છે અને આરોપી રમજાન કરીમભાઈ નોતીયાર (35) રહે. વીસીપરા પવિત્ર કુવા પાસે મોરબી અને ઉસ્માનભાઈ ઉંમરભાઈ મુલ્લા (52) રહે. કુલીનગર-1  મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂનો આ જથ્થો ઇમરાન બાબાભાઈ જેડા રહે. નવાગામ તાલુકો માળીયા મીયાણા વાળા પાસેથી લઈને મોરબીના વીસીપરા વિસ્તારમાં ખાદી ગ્રામ ઉદ્યોગની બાજુમાં રહેતા નિમુબેન રમેશભાઈ કોળીને આપવા જતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.




Latest News