હળવદના કીડી ગામ નજીકથી દેશી બનાવટના એક તમંચા સાથે એક શખ્સ પકડાયો
SHARE









હળવદના કીડી ગામ નજીકથી દેશી બનાવટના એક તમંચા સાથે એક શખ્સ પકડાયો
હળવદના કીડી ગામની સીમમાંથી જુના જોગડ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી પોલીસે 1,500 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના કીડી ગામથી જૂની જોગડ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસે ચેક કર્યો હતો અને તે સમયે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હોય પોલીસે 1,500 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી લાભુભાઈ પુંજાભાઈ જીંજવાડીયા (72) રહે. જૂની જોગડ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
