હળવદના કીડી ગામ નજીકથી દેશી બનાવટના એક તમંચા સાથે એક શખ્સ પકડાયો
હળવદના મંગળપુર ગામે ખેતરે જવાના રસ્તે નહીં ચાલવાનું કહીને પિતા-પુત્રને મારમાર્યો: મારી નાખવાની ધમકી
SHARE









હળવદના મંગળપુર ગામે ખેતરે જવાના રસ્તે નહીં ચાલવાનું કહીને પિતા-પુત્રને મારમાર્યો: મારી નાખવાની ધમકી
હળવદના મંગળપુર ગામે વૃદ્ધના દીકરાને ખેતરે જવાના રસ્તે નહીં ચાલવાનું કહીને તે જ ગામમાં રહેતા એક શખ્સે ગાળો આપી હતી ત્યારબાદ પિતા-પુત્રને મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદના પ્રમુખસ્વામીનગરમાં રહેતા અંબાવીભાઈ ગોકળભાઈ વાછાણી (72)એ રમેશભાઈ ઉર્ફે કમલેશ ઉર્ફે કમો ખીમાભાઈ કોળી રહે. મંગળપુર તાલુકો હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ તાલુકાના મંગળપુર ગામના પાટીયા પાસેથી તેનો દીકરો મિતેશ પસાર થયો હતો ત્યારે આરોપીએ તેને ખેતરે જવાના રસ્તે નહીં ચાલવાનું કહીને ફરિયાદી તથા તેના દીકરાને આરોપીએ ગાળો આપી હતી અને ત્યાર બાદ ફરિયાદીના દીકરાને ઝાપટો મારી હતી અને ફરિયાદીને માથાના ભાગે પથ્થર મારીને ઇજા કરવામાં આવી હતી આટલું જ નહીં પરંતુ ફરિયાદી અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
