હળવદના મંગળપુર ગામે ખેતરે જવાના રસ્તે નહીં ચાલવાનું કહીને પિતા-પુત્રને મારમાર્યો: મારી નાખવાની ધમકી
ટંકારાના પ્રભુનગર નજીક ગેરેજ ધરાવતા યુવાનને છરી બતાવીને મારી નાખવાની ધમકી
SHARE









ટંકારાના પ્રભુનગર નજીક ગેરેજ ધરાવતા યુવાનને છરી બતાવીને મારી નાખવાની ધમકી
ટંકારાના મીતાણા ગામ પાસે પ્રભુનગર નજીક ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર આવેલ બાલાજી ઓટો ગેરેજનો માલિક પોતાના ગેરેજે હાજર હતા ત્યારે કારમાં આવેલા શખ્સે તેને ગાળો આપી હતી અને પેન્ટના નેફામાંથી છરી કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા અને મીતાણા ઓવરબ્રિજ પાસે પ્રભુનગર નજીક બાલાજી ઓટો ગેરેજ નામનું સર્વિસ સ્ટેશન ચલાવતા હિતેશભાઈ તળશીભાઇ ઢેઢી (49)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાગરભાઇ લાખાભાઈ બસિયા રહે. મીતાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ હતું કે, ફરિયાદી પોતે પોતાના ગેરેજે હાજર હતા ત્યારે આરોપી ત્યાં ફોરવિલ ગાડીમાં આવ્યો હતો અને ફરિયાદીને ગાળો આપી હતી અને પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢીને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
