મોરબીમાં આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાનું પૂજન કર્યું
મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા
SHARE
મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા
મોરબી મહાનગર પાલિકા દ્વારા મોરબી સિટી ઓલિમ્પિક-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો અને વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા ખેલાડીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. મોરબીમાં સૌપ્રથમ વાર મહાનગરપાલિકા દ્વારા મોરબી સિટી ઓલિમ્પિક ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું જેના સમાપન કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કમિશનર સ્વપ્નિલ ખરે અને ડે.કમિશનર સંજય સોની હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે વિજેતા સ્પર્ધકોને એવોર્ડસ,સર્ટિફિકેટ આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આવનાર સમયમાં ભારત વૈશ્વિક ઓલિમ્પિક માટે હોસ્ટ બની રહ્યુ છે ત્યારે ત્યારે વધુમાં વધુ એવોર્ડ મેળવી દેશ અને દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરવા માટે ખેલાડીઓને અધિકારી અને પદાધિકારીઓએ શુભકામનાઓ પાઠવી હતી. અને ખાસ કરીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી મહાપાલિકા દ્વારા મોરબી સિટી ઓલિમ્પિકનું ટૂંકાગાળામાં સુંદર આયોજન કર્યું તેવા માટે કમિશનર સ્વપ્નિલ ખરે અને ટીમને અભિનદન આપેલ હતા