મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફ્રીમાં કરાવવામાં આવશે સીસીસીનો કોર્સ
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશજીનું પાંચ દિવસ શ્રદ્ધાથી પૂજન-અર્ચન કરીને કર્યું વિસર્જન
SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશજીનું પાંચ દિવસ શ્રદ્ધાથી પૂજન-અર્ચન કરીને કર્યું વિસર્જન
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણપતિનું સ્થાપના કરીને પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું હતું અને જુદાજુદા અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૮ જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકોએ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી તેમજ ચિત્રા ધૂન મંડળના સહયોગથી ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સત્યનારાયણ કથા, ગણપતિ મહારાજને ૫૬ ભોગ વિગેરે જેવા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ, વાલીઓ સહિતના આમંત્રિત મહેમાનો પણ જોડાયા હતા. અને ગણેશ મહોત્સવ અંતર્ગત પાચમાં દિવસે સવારે આરતી બાદ કોલેજના વિધાર્થી અને પ્રાધ્યાપકો દ્વારા ઢોલ નગારા સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અને કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજાના માર્ગદર્શન તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તેમજ કોલેજના પ્રાધ્યાપકો દ્વારા કોલેજના વિદ્યાથીઓને આ અવિસ્મરણીય ઉત્સવ માટે સતત સહયોગ આપવામાં આવેલ હતો.
