મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફ્રીમાં કરાવવામાં આવશે સીસીસીનો કોર્સ
SHARE







મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફ્રીમાં કરાવવામાં આવશે સીસીસીનો કોર્સ
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સંસ્થાના નેશનલ ચેરમેન હિતેશભાઈ પંડ્યાના જન્મદિવસ સંદર્ભે સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આર્થિક રીતે જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને ત્રિપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સ તદ્દન ફ્રી માં કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 8 સપ્ટેમ્બરના રોજ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ પોતાના ઉજવળ ભવિષ્ય માટે કોમ્પ્યુટરના ત્રિપલ સી સર્ટિફાઇડ ક્લાસ આર્થિક સંકળામણને કારણે કરી શકતા નથી તેઓ માટે ફ્રીમાં આ કોર્સ શીખવાની ઉત્તમ તક આપી રહ્યું છે. આ સંદર્ભે વધુ માહિતી આપતા ક્લબ પ્રમુખ ડો. સુષ્માબેન દુધરેજીયાએ જણાવ્યુ હતું કે, મોરબીમાં ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલા સુજાતન કોમ્પ્યુટર ક્લાસમાં શિક્ષિકા હીનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ સાક્ષરતા દિવસ ઉજવણી હેઠળ લગભગ 80 જેટલા વિદ્યાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે. આ વર્ષે પણ આ શિક્ષણ યજ્ઞને આગળ વધારતા મોરબી શહેરના કોઈપણ જરૂરિયાત મંદ વિદ્યાર્થી કે જે ધો. 8 થી 12 માં અભ્યાસ કરતા હોય તેને આ કોર્સ કે જેની સામાન્ય રીતે ફી 2500 થી 3000 રૂપિયા હોય છે તે તદ્દન ફ્રી માં શીખવાડવામાં આવશે.
ખાસ જણાવવાનું કે માત્ર આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને જ આ કોર્સમાં પ્રવેશ આપવામાં આવશે તેમજ આ નોંધણી વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટેના કાયમી દાતા માધાપર કચ્છ હાલ દુબઈ સ્થિત નરેશભાઈ કાનજીભાઈ મેપાણી દ્વારા અનુદાન આપવામાં આવ્યું છે. અને વધુ જાણકારી માટે હીનાબેન પરમાર (9825930156) નો સંપર્ક કરવા માટે આયોજકોએ જણાવ્યુ છે.
