મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ઇ-શ્રમ કાર્ડ મહાકેમ્પ યોજાશે


SHARE













મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ઇ-શ્રમ કાર્ડ મહાકેમ્પ યોજાશે

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષીએ જણાવ્યુ છે કે આગામી સમયમાં ઇ-શ્રમ કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે. જેથી મોરબીમાં તથા આસપાસના વિસ્તારમાં રહેતા ભૂદેવોએ તેના જરૂરી ડોક્યુમેન્ટ તા. ૯-૧૨ થી ૨૫-૧૨ સુધીમાં જમાં કરાવવાના છે અને ડોક્યુમેન્ટની પાછળ જે તે વ્યક્તિએ પોતાનું નામ, ૨-અલગ અલગ મોબાઈલ નંબર અને સરનામું ફરજિયાત લખવું છે

વધુમાં આ ઇ-શ્રમ કાર્ડ દ્વારા મળતા લાભો જણાવ્યુ છે જેમાં ઇ- મ કાર્ડ આખા ભારત દેશમાં માન્ય રાખવામાં આવશે, પીએમએસબીવાય ની જેમ વીમા કવરેજ મળશે, અકસ્માતથી મૃત્યુ અથવા સ્થાય રૂપથી વિકલાંગ થાય તો ૨ લાખ રૂપિયા અને આંશિક રૂપ થી વિકલાંગ થાય તો ૧ લાખ રૂપિયા મળવા પાત્ર છે, અલગ પ્રકારની સામાજિક સુરક્ષા ના લા વિતરણ ઈ- શ્રમ કાર્ડ દ્વારા કરવામાં આવશે, મહામારીનાં સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા મદદ મળવામાં સરળતા રહેશે

આ કેમ્પ માટે ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોપી આપવાની છે જેમાં ઘરના તમામ સભ્યોના આધાર કાર્ડ, આધાર કાર્ડ જેટલા સભ્યોના જમાં કરાવો તે દરેક સભ્ય ના બેંક એકાઉન્ટની પ્રથમ પેજ ની કોપી આપવાની છે અને આ ડોક્યુમેન્ટ સાર્થક વિદ્યાલય, ભારતી વિદ્યાલય, ઔદિચ્ય બ્રાહ્મણ વાડી, ચા.મ. મોઢ બ્રાહ્મણ વાડી, શ્રીમાળી બ્રાહ્મણ વાડી, પરશુરામ ધામ મંદિર અને નલિની વિદ્યાલય ખાતે જમા કરાવવાના છે અને જેમને ડોક્યુમેન્ટ જમાં કરાવ્યા હશે તેને કેમ્પની તારીખની જાણ ફોનથી કરવામાં આવશે અને વધુ માહિતી માટે કિશોરભાઈ પંડ્યા (૯૯૨૪૯૬૮૧૭૧)કેયુરભાઈ પંડ્યા (૯૪૨૯૪૮૪૪૪૦) અને અમુલભાઈ જોષી (૯૨૨૭૧૦૦૦૧૧) નો સંપર્ક કરવાનો રહેશ




Latest News