મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મારામારીમાં ઇજા પામેલા યુવાનનું મોત: બનાવ હત્યામાં પલટયો


SHARE













મોરબીમાં મારામારીમાં ઇજા પામેલા યુવાનનું મોત: બનાવ હત્યામાં પલટયો

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર નજીક ફૂટપાથ ઉપર આધેડ પોતાના ભત્રીજા સાથે ઊભા હતા ત્યારે ત્રણ શખ્સોએ ત્યાં આવીને કુટુંબના પ્રશ્ને વાતચીત કરી મારા-મારી શરૂ કરી હતી અને લાકડી વડે ફરિયાદી તથા તેના ભત્રીજાને માર માર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવમાં યુવાનને વધુ ઇજા થયેલ હોવાથી રાજકોટ ખસેડાયો હતો અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટયો છે જેથી અગાઉ  આધેડ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આઈ હતી તેમાં હત્યાની કલમનો ઉમેઓ કરીને આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગેંડા સર્કલ પાસે આવેલા હાઉસિંગ બોર્ડ નજીક ફૂટપાથ પર રહેતા ભરતભાઈ કરસનભાઈ સોલંકી જાતે દેવીપૂજક (ઉંમર ૫૦) પોતાના ભત્રીજા મહેશ અશોકભાઈ મકવાણા (ઉ.વ.૨૭) ની સાથે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર પાસે ફૂટપાથ ઉપર ઊભા હતા ત્યારે પ્રકાશભાઈ પરશુરામ ગોસ્વામી જાતે દેવીપુજક, અર્જુન પ્રકાશભાઈ ગોસ્વામી જાતે દેવીપૂજક અને કિશન કાળુભાઈ દેવીપુજક રહે ત્રણેય હાલ મોરબી મૂળ રહે નવાગઢ જેતપુર વાળાએ ત્યાં આવીને તેની સાથે કુટુંબના પ્રશ્ને વાતચીત દરમિયાન મારામારી શરૂ કરી હતી અને પ્રકાશ ગોસ્વામીએ ફરિયાદીના ભત્રીજા મહેશ અશોકભાઈ મકવાણાને લાકડી વડે માર માર્યો હતો અને અન્ય બે આરોપીઓને ધક્કામુક્કી કરીને તેને માર માર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ભોગ બનેલા આધેડ દ્વારા સિટી પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જો કે, રાજકોટ ખાતે સારવારમાં મહેશ અશોકભાઈ મકવાણાનું મોત નીપજયું છે જેથી કરીને હાલમાં પોલીસે આ બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે




Latest News