વાંકાનેરમાં 3 મહિલા સહિત 6 લોકોને ડમ્પરની કેબીન બેસાડીને નીકળેલ વાહન ચાલકનો વિડીયો સોશિઅલ મીડિયામાં વાયરલ
SHARE
વાંકાનેરમાં 3 મહિલા સહિત 6 લોકોને ડમ્પરની કેબીન બેસાડીને નીકળેલ વાહન ચાલકનો વિડીયો સોશિઅલ મીડિયામાં વાયરલ
વાંકાનેર શહેરમાંથી ડમ્પરની કેબીન ઉપર છ વ્યક્તિઓને જોખમી રીતે બેસાડીને ડમ્પર ચાલક પસાર થઈ રહ્યો હતો જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જોકે આ ડમ્પર ચાલકને રોકવાની તસ્દી સ્થાનિક પોલીસ કે ટ્રાફિક પોલીસ દ્વારા કેમ લેવામાં આવી નહીં તે તપાસનો વિષય છે. કેમ કે, જો કોઈ અકસ્માત કે દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠી રહ્યો છે.
સમગ્ર ગુજરાતની અંદર જુદી જુદી જગ્યાએ અનેક વખત જીવલેણ અકસ્માતો સર્જાય છે અને તેમાં કેટલીક વખતે વાહનમાં બેઠેલા લોકોની બેદરકારીના કારણે પણ જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી આવી જ એક ઘટના વાંકાનેર શહેરમાં સામે આવી છે જેમાં વાંકાનેર શહેરની મધ્યમાંથી એક ડમ્પર ચાલક પોતાનું ડમ્પર લઈને પસાર થાય છે અને તે ડમ્પરની અંદર માલ પણ ભરેલો છે તેમ છતાં ડમ્પરની કેબિન ઉપર તેણે ત્રણ મહિલા સહિત કુલ છ વ્યક્તિઓને બેસાડ્યા હોય તેવું વિડિયોમાં જોવા મળી રહ્યું છે અને તે જોખમી રીતે પોતાનું ડમ્પર લઈને પસાર થઈ રહ્યો છે છતાં આ ડમ્પર ચાલકને રોકવા માટેની તસ્દી સ્થાનિક પોલીસ કે ટ્રાફિક પોલીસ દ્વારા લેવામાં આવી ન હતી. આટલું જ નહીં હાઇવે ટ્રાફિક પોલીસ દ્વારા પણ ડમ્પરને રોકવામાં આવ્યું નથી. અને શહેરમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાઓમાં પણ લોકોને જોખમી રીતે લઈ જતું ડમ્પર દેખાતું નથી ! જેથી બિન્દાસ રીતે ડમ્પર ચાલક વાંકાનેર શહેરની મધ્યમાંથી પોતાના ડમ્પર ઉપર જોખમી રીતે લોકોને બેસાડીને પસાર થાય છે તેની સામે પગલાં લેવામાં આવે તે જરૂરી છે કેમ કે, આવી રીતે ડમ્પરની કેબીન ઉપર લોકોને બેસાડીને નીકળે અને જો કોઈ જાનહાનિ થાય તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ અહીં ઉઠી રહ્યો છે.