માળીયા (મી) નજીક આવેલ મચ્છુ નદીના પુલ ઉપર ભારે વાહનોની અવર જવર શરૂ
મોરબીમાં પટેલ ગૃપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં પંડાલ દેશભક્તિના રંગે રંગાયો
SHARE







મોરબીમાં પટેલ ગૃપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં પંડાલ દેશભક્તિના રંગે રંગાયો
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગણેશ ઉત્સવની સાથે દેશભક્તિ અને ઓપરેશન સિંદૂરની થીમ સાથે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધા અન્વયે મોરબી જિલ્લામાં ૧૦ ગણેશ મહોત્સવના આયોજકોએ ભાગ લીધો છે અને ઓપરેશન સિંદૂર એની સાથે દેશભક્તિ, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ સહિત વિવિધ થીમ સાથે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં પટેલ ગૃપ દ્વારા રામેશ્વર ફાર્મ, રવાપર ઘુનડા રોડ ખાતે આયોજિત ગણેશ પંડાલમાં ઓપરેશન સિંદૂર દેશભક્તિ અને સ્વદેશી થીમ સાથે આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે ગણપતિ મહોત્સવનો પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ આયોજનમાં ઓપરેશન સિંદૂરની પ્રતિકૃતિ, ભારત દેશની આઝાદીના લડવૈયા અને દેશના અનેક વીર જવાનોની છબીઓ, અગ્નિ અને બ્રમ્હોસ જેવી મિસાઈલો અને રોકેટ તથા સ્વદેશીની થીમ કેન્દ્રમાં રાખી ગણેશ પંડાલ ઊભું કરવામાં આવ્યું છે. મોરબી શહેર અને જિલ્લામાં આવા આયોજનો થકી ગણેશ મહોત્સવમાં દેશભક્તિની લોકોને રાષ્ટ્રભક્તિ અને ખાસ કરીને ઓપરેશન સિંદુર વખતે દેશના વીર જવાનોએ દાખવેલ શોર્યના દર્શન કરાવવા માટે વિવિધ પોસ્ટર, બેનર્સ અને મોડલ્સ ઉભા કરવામાં આવ્યા છે. લોકો આ વિશિષ્ટ થીમથી આકર્ષિત થઈ બહોળી સંખ્યામાં આ આયોજનો નિહાળી રહ્યા છે.
