મોરબીમાં દારૂની મોંઘીદાટ બોટલ સાથે બે શખ્સ પકડાયા: ટીકર ગામની સીમમાં દારૂની રેડ
મોરબીની વાવડી ચોકડી પાસેથી ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા 2 બળદને ગૌરક્ષકોએ બચાવ્યા: 4 સામે ફરિયાદ
SHARE







મોરબીની વાવડી ચોકડી પાસેથી ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા 2 બળદને ગૌરક્ષકોએ બચાવ્યા: 4 સામે ફરિયાદ
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ વાવડી ચોકડી પાસેથી પસાર થઈ રહેલો બોલેરો ગાડીને રોકને ગૌરક્ષકો દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમ બે બળદને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી વાહન અને અબોલજીવ મળીને 4,59,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાહનમાં બેઠેલા બે શખ્સને પકડવામાં આવ્યા હતા જો કે, હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને 4 શખ્સોની સામે ગુનો નોંધાયો છે.
મોરબીના ગૌરક્ષકોની ટીમને મળેલ હક્કિત આધારે બાયપાસ રોડ ઉપર વોચ રાખવામાં આવી હતી ત્યારે વાવડી ચોકડી પાસેથી બોલેરો પીકપ ગાડી નંબર જીજે 10 ટીએચ 2590 ત્યાંથી પસાર થઈ રહી હતી જેને રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાં બે બળદને કુરતાપૂર્વક બાંધીને લઈ જતા હતા જેથી કરીને 9000 રૂપિયાની કિંમતના બે અબોલજીવ તથા 4.5 લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 4,59,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં આ બનાવ સંદર્ભે મોરબીમાં આવેલ રામકૃષ્ણનગરમાં રહેતા હિતરાજસિંહ હરૂભા પરમાર (26) એ ફરિયાદ નોંધાવતા પોલીસે વાઘજીભાઈ નાનજીભાઈ તલવાડીયા (31) અને નાથાભાઈ ઉર્ફે નથુભાઈ જસમતભાઈ તલવાડીયા (45) રહે. બંને ચાચાપર વાળાને પકડ્યા છે અને તેઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન રમેશભાઈ રામાભાઇ બાવરીયા રહે. ધિયાવડ વણઝારા તાલુકો વાંકાનેર ખાતેથી બંને બળદને વાહનમાં ભરવામાં આવ્યા હતા અને મોબાઈલ નંબર 9737309470 વાળા ને ત્યાં ઉતારવા માટે જતા હતા તેવું સામે આવ્યું છે જેથી કરીને હાલમાં કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને પોલીસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. અને આ કાર્યને સફળ બનાવવા માટે મોરબી, ચોટીલા, લીમડી, રાજકોટ, વાંકાનેર અને વિરમગામના ગૌરક્ષકોની ટીમે જહેમત ઉઠાવી હતી અને પોલીસનો પણ સારો સહકાર મળ્યો હતો તેવું ગૌરક્ષકોએ જણાવ્યુ છે.
