મોરબીની વાવડી ચોકડી પાસેથી ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા 2 બળદને ગૌરક્ષકોએ બચાવ્યા: 4 સામે ફરિયાદ
સીન વિખાઈ ગયા !: મોરબી નજીક હવામાં ફાયરિંગ કરી વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર શખ્સની ધરપકડ
SHARE
સીન વિખાઈ ગયા !: મોરબી નજીક હવામાં ફાયરિંગ કરી વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર શખ્સની ધરપકડ
વર્તમાન સમયમાં ફટકડી રાખવાનો અને ફટકડી ફોડવાનો શોખ લોકોમાં વધતો જાય છે આટલું જ નહીં પરંતુ તેના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવે છે આવી જ રીતે મોરબીમાં ફટકડીથી હવામાં ફાયરિંગ કરીને તેનો વિડીયો બનાવેલ હતો જે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો જેથી મોરબી એસઓજીની ટીમ દ્વારા હાલમાં તે શખ્સ પાસેથી હથિયાર, કાર્ટિઝ અને મોબાઈલ ફોન મળીને 75,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીની ધરપકડ કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગોપાલ સોસાયટીમાં શિવ મંદિર પાસે રહેતા રણવિજયકુમાર કાર્તિકલાલ શાહ (45) નામના યુવાને મોરબીના લાલપર ગામ પાસે ઇન્કમટેક્સ ઓફિસની પાછળના ભાગમાં આવેલ કુમાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે કામ કરતા માણસોની હાજરીમાં પોતાના પરવાના વાળા હથિયારમાંથી ગત 15 મી ઓગસ્ટના રોજ હવામાં ફાયરિંગ કર્યું હતું અને તે વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો જેના આધારે મોરબી જિલ્લા સમાજમાં ભય ફેલાવનાર આ શખ્સની એસઓજીની ટિમ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પાસેથી 50,000 ની કિંમતની પિસ્તોલ, 400 રૂપિયાની કિંમતના ચાર જીવતા કાર્ટીઝ તથા 25,000 ની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને 75,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને રણવિજયકુમાર શાહની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.